આજનું રાશિફળ

મેષ (અ,લ,ઈ) : સંતાન અંગે સારું રહે,પરિવાર માં આનંદ રહે ,શુભ દિન.
વૃષભ (બ,વ,ઉ) : તમામ સુખ સગવડ પ્રાપ્ત થાય ,દિવસ પ્રગતિકારક રહે.
મિથુન (ક,છ,ઘ) : નવા કાર્યનું આયોજન કરી શકો,શુભ દિન,લાભ થાય.
કર્ક (ડ,હ) : આર્થિક આયોજન કરી શકો,મનોમંથન કરી શકો.
સિંહ (મ,ટ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, લોકો દ્વારા તમારી પ્રસંશા થાય.
કન્યા (પ ,ઠ ,ણ) : ખર્ચ પર અંકુશ રાખવો,બિનજરૂરી વ્યય નિવારવા સલાહ છે.
તુલા (ર,ત) : તમારી દિનચર્યા સુધારી શકો, દિવસ દરમિયાન પ્રગતિ થાય.
વૃશ્ચિક (ન ,ય) : કામકાજ માટે નવા સંશાધનો કામે લગાવી શકો, શુભ દીવસ.
ધન (ધ,ભ,ફ,ઢ ): ધ્યાન યોગ મૌન થી લાભ થાય, પરિવાર સાથે આનંદ માણી શકો .
મકર (ખ,જ) : વીલ વરસના પ્રશ્નો ઉકેલી શકો,વિવાદ નિવારી શકો,મધ્યમ દિવસ .
કુંભ (ગ ,સ,શ) :આંતરિક જીવનમાં સારું રહે,સબંધો માં સુલેહ થી ચાલી શકો.
મીન (દ,ચ,ઝ,થ): હિત શત્રુથી કાળજી લેવી, વિશ્વાસે ના ચાલવું ,મધ્યમ દિવસ.

આજરોજ મંગળવાર ને કમલા એકાદશી છે.બુધ મહારાજ વક્રી થવા જઈ રહ્યા છે જે શેર બજારમાં થોડા આંચકા આપતા જોવા મળશે વળી અગાઉ લખ્યા મુજબ બેંકોની સ્થિતિ નબળી પડતી જોવા મળે.વળી સરકારની વિવિધ એજન્સીની કામગીરી પણ થોડી ટીકાપાત્ર બનતી જોવા મળે. જે કોઈ ઘટનાક્રમ સામે આવે છે તે જાણે કોઈ ચોક્કસ દિશા તરફ જવા માટે એક પ્લાન મુજબ બનતું હોય તેવું જણાય.અગાઉ લખ્યા મુજબ મહામારીની પકડ હવે ઢીલી પડતી જાય છે ધીમે ધીમે જનજીવન ધબકતું જોવા મળે છે પરંતુ હજુ દિવાળી સુધીનો સમય વિશેષ કાળજી થી ચાલવાનો રહેશે. વિક્રમ સંવંત 2076 ના ફળ મુજબ અને આ વર્ષમાં અધિક માસ આવતો હોવા થી આ વર્ષે આપણને ઘણી કસોટીમાં થી પસાર કર્યા છે, જે દિવાળી પછી ઘણું સુધરતું જોવા મળશે. જો કે આર્થિક સુધારા માટે હજુ થોડી રાહ જોવી પડશે.