આજનું રાશિફળ

મેષ (અ,લ,ઈ) : વિધાર્થીવર્ગ એકાગ્રતાથી આગળ વધી શકે,સફળતા મળે,શુભ દિન.
વૃષભ (બ,વ,ઉ) : જમીન મકાન વિગેરે સુખ સારું રહે,દિવસ આનંદદાયક રહે.
મિથુન (ક,છ,ઘ) : ભાઈ ભાંડુ સુખ સારું રહે,સામાજિક કાર્ય કરી શકો,શુભ દિન.
કર્ક (ડ,હ) : તમારા સૌમ્ય વાણી-વર્તન થી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.
સિંહ (મ,ટ) : કામકાજ માં સફળતા મળે,તમારા ક્ષેત્ર માં આગળ વધી શકો,પ્રગતિ થાય.
કન્યા (પ ,ઠ ,ણ) : બિનજરૂરી વિવાદો ટાળવા,બોલવા માં કાળજી રાખવા સલાહ છે.
તુલા (ર,ત) : સગા સ્નેહી મિત્રો થી સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
વૃશ્ચિક (ન ,ય) : સ્ત્રી વર્ગ નેમધ્યમ રહે,ધીમી પ્રગતિ જોવા મળે,સુંદર દીવસ.
ધન (ધ,ભ,ફ,ઢ ): નસીબ સાથ આપે,ધીમે-ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે.
મકર (ખ,જ) : માનસિક વ્યગ્રતા જણાય,મન નું ધાર્યું ના થાય,મધ્યમ દિવસ.
કુંભ (ગ ,સ,શ) :જાહેરજીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય,શુભ દિન.
મીન (દ,ચ,ઝ,થ): તબિયતની કાળજી લેવી,ખાવા પીવા માં કાળજી લેવી,મધ્યમ દિવસ.

આગામી તા.20 નવેમ્બરના રોજ ગુરુમહારાજ મકર રાશિમાં પ્રવેશ કરશે જ્યાં ફરી વખત શનિ સાથે ગુરુ યુતિમાં આવશે. મકર રાશિમાં ગુરુ મહારાજ નીચસ્થ બને છે અને શનિ સ્વગૃહી હોય છે આ યુતિ ઘણા ઘટસ્ફોટ કરનારી અને ધર્મની બાબત પર વિરોધાભાસ ઉભો કરી સંઘર્ષ કરાવનારી બને છે, વળી પ્લુટો પણ ફરી આ યુતિ સાથે આવતા નવેમ્બર માસથી ચીન સાથેનો સંઘર્ષ વધતો જોવા મળશે તથા ચીન વધુ આક્રમક બની હુમલા કરતું જોવા મળશે જેનો વળતો મક્કમ જવાબ ભારત તરફથી આપવામાં આવશે જ પરંતુ આગામી સમયમાં આ સંઘર્ષ વધતો જોવા મળશે. શાસ્ત્રો મુજબ ગુરુ શનિ અને પ્લુટોની યુતિ ઇચ્છનીય નથી જેના પરિણામો આપણે 2020 ના શરૂઆત ના મહિનાઓમાં જોયા છે. જો કે બહુ અગાઉ લખ્યા મુજબ 23 સપ્ટેમ્બરના રાહુ કેતુના રાશિ પરિવર્તન બાદ મહામારી માં રાહત થવા લાગી છે વળી સારા સમાચારો પ્રાપ્ત થઇ રહ્યા છે પરંતુ સીને જગત માટે અને સીને જગતની દિગ્ગજ હસ્તીઓ માટે આગામી સમય કપરો સાબિત થવાનો છે વળી સ્વગૃહી શનિ દુષ્કર્મ થી લઈને અન્ય કેઈસમાં કડક ચુકાદા આપતા જોવા મળશે.