આજનું રાશિફળ

મેષ (અ,લ,ઈ) : હકારાત્મક વિચારોથી લાભ થાય,દિવસ પ્રગતિકારક રહે.
વૃષભ (બ,વ,ઉ) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે,આગળ વધવાની તક મળે.
મિથુન (ક,છ,ઘ) : આંતરિક સંબંધોમાં સારું રહે,મતભેદ નિવારી શકો.
કર્ક (ડ,હ) : નિયમિત જીવનપદ્ધતિ થી આગળ વધશો તો સફળતા મળશે.
સિંહ (મ,ટ) : ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રોને સારી તક પુરી પડતો દિવસ.
કન્યા (પ,ઠ,ણ) : પરિવાર સાથે આનંદ માણી શકો,દિવસ લાભદાયક રહે.
તુલા (ર,ત) : નવા કાર્યમાં ઈશ્વરી સહાય મળે,વિચારોમાં નવીનતા આવે.
વૃશ્ચિક (ન,ય) : મન થી હળવાશ અનુભવી શકો,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
ધન (ધ,ભ,ફ,ઢ): જીવનમાં નવા પરિવર્તનનો પવન ફૂકાતો જોવા મળે, શુભ દિન.
મકર (ખ,જ) : ખર્ચ પર અંકુશ રાખવો,નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.
કુંભ (ગ,સ,શ ) : મિત્રો સાથે આનંદ માણી શકો,ગમતી પ્રવૃત્તિ કરી શકો.
મીન (દ,ચ,ઝ,થ): નોકરિયાતવર્ગ ને સારું રહે,ઈચ્છીત પરિણામ પ્રાપ્ત કરી શકો.

21.10.2020 બુધવારને પાંચમું નોરતું છે,પાંચમા નોરતે માતા નવદુર્ગાના પાંચમા સ્વરૂપ સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે. સ્કંદ એ શિવ અને પાર્વતીના મોટા પુત્ર કાર્તિકેયનું એક નામ છે. છ મુખધારી હોવાને કારણે તેમને ષડાનન નામથી પણ ઓળખવામાં આવે છે. સ્કંદની માતા હોવાને કારણે જ માતાજીના પાંચમા સ્વરૂપનું નામ સ્કંદમાતા છે. મા દુર્ગાનું આ રૂપ તેમના ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે અને મોક્ષનો માર્ગ બતાવે છે.માતાજીના આ સ્વરૂપમાં ચાર ભુજા છે અને તેમણે તેમની જમણી બાજુની ઉપરની ભુજામાં કાર્તિકેયને પકડ્યા છે અને નીચેની ભુજામાં કમળનું ફૂલ છે. ડાબી તરફ ઉપરની ભુજામાં વરમુદ્રા છે અને નીચે બીજું શ્વેત કમળનું ફૂલ છે, કારણ કે સૂર્યમંડળની અધિષ્ઠાત્રી દેવી છે, તેથી તેમની ચારેકોર સૂર્ય સદશ અલૌકિક મંડળ જેવું દેખાય છે. સંતાનપ્રાપ્તિ માટે પણ સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે.માતાની પૂજા ઘર પરિવારમાં ખુશાલી લાવનારી છે તથા સંતાનોની પ્રગતિ કરાવનારી છે.