આજનું રાશિફળ

મેષ (અ,લ,ઈ) : વિચારોનું આદાન પ્રદાન કરી શકો,મનોમંથન કરી શકો.
વૃષભ (બ,વ,ઉ) : તમારા કાર્યમાં ઈશ્વરી સહાય મળે,ધાર્યા કામ પર પડી શકો.
મિથુન (ક,છ,ઘ) : ધીમે ધીમે પરિસ્થતિ તરફેણ માં આવે,મિત્રોની મદદ મળી રહે.
કર્ક (ડ,હ) : વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે,શુભ દિન.
સિંહ (મ,ટ) : નકારાત્મક વિચારો દૂર કરી આગળ વધશો તો લાભ થશે.
કન્યા (પ ,ઠ ,ણ ) : ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રો ને આગળ સારું રહે.
તુલા (ર,ત) : તમામ ભૌતિક સુખ સગવડ આપતો દિવસ,પ્રગતિ થાય.
વૃશ્ચિક (ન ,ય ) : ભાઈ ભાંડુ સુખ સારું રહે,મિત્રોની મદદ થી કાર્ય સિદ્ધ થાય.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): સામાજિક કૌટુંબિક કાર્ય કરી શકો,દિવસ શુભ રહે.
મકર (ખ ,જ ) : તમારી જાતને સમજવાની તક મળે,એકાંત થી લાભ થાય.
કુંભ (ગ ,સ,શ ) : વાણી વર્તનમાં વિશેષ કાળજી રાખવી પડે,દિવસ મધ્યમ રહે.
મીન (દ ,ચ ,ઝ ,થ): મિત્રો સાથે હળવાશની પળો વિતાવી શકો,આનંદદાયક દિવસ.

આજે શુક્રવારે સાતમું અને આઠમું નોરતું એકસાથે થશે,સાતમા નોરતે માં કાલરાત્રિ અને આઠમાં નોરતે મહાગૌરીની આરાધના કરવાં આવે છે. આવતીકાલે શનિવારે મહાનવમી અને રવિવારે વિજયનું પર્વ દશેરા ઉજવવામાં આવશે. ગોચર ગ્રહોની વાત કરીએતો રાહુ મહારાજ શુક્રના ઘરની વૃષભ રાશિમાં બિરાજમાન છે. વૃષભએ કાળપુરુષની કુંડળી મુજબ બીજી રાશિ છે જે ધનસ્થાન છે જેથી અમોએ લખ્યું હતું કે આ સમયમાં ખુબ આર્થિક કૌભાંડો બહાર આવે. વળી સરકારની ટેક્સ એજન્સીઓ મોટી કરચોરી પકડાતી જોવા મળે અને આ સમયમાં ક્રિકેટ તથા અન્ય બાબત પર મોટા સટ્ટા રમતા જોવા મળે અને મસમોટા કૌભાંડો અને સટ્ટાકીય બાબતો બહાર આવતી જોવા મળે. શુક્રના ઘરમાં રાહુ બ્લેક મનીને બહાર લાવનાર છે વળી અપરાધીઓની નજર આર્થિક ગુન્હા પર વધારે જોવા મળે.આ સમયમાં નકલી નોટનું મોટું કૌભાંડ પણ બહાર આવતું જોવા મળે.વળી મુદ્રાને લગતી કેટલીક ગાઇડલાઇન રિસર્વ બેન્ક દ્વારા મળતી જોવા મળે અને આર્થિક અપરાધીઓ સરકારના સકંજામાં આવતા જોવા મળે.