આજનું રાશિફળ

મેષ (અ,લ,ઈ) : ધંધો-રોજગાર શોધતા મિત્રો માટે સમય ઘણો સારો રહે.
વૃષભ (બ,વ,ઉ) : આધ્યાત્મિક ચિંતન થાય,મનોમંથન કરી શકો,શુભ દિન.
મિથુન (ક,છ,ઘ) : ધીમે ધીમે પરિસ્થિતિ તમારી તરફેણમાં આવે,આગળ વધી શકો.
કર્ક (ડ,હ) : આંતરિક અને બાહ્ય જીવન વચ્ચે બેલેન્સ કેળવી શકો,શુભ દિન.
સિંહ (મ,ટ) : હિતશત્રુઓથી સાવધ રહેવું પડે,વધુ પડતા વિશ્વાસે ના ચાલવું.
કન્યા (પ ,ઠ ,ણ ) : ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રો અને વિદેશ જવા ઇચ્છતા મિત્રો માટે શુભ.
તુલા (ર,ત) : દિવસ આરામથી પસાર કરી શકો,નવા વિચારોને અમલમાં મૂકી શકો.
વૃશ્ચિક (ન ,ય ) : ભાઈ ભાંડુ સુખ સારું રહે,આગળ વધવાની તક મળે.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): સામાજિક કૌટુંબિક કાર્ય કરી શકો,ધાર્યા કામ પાર પડે.
મકર (ખ ,જ ) : તમારી મહેનતનું સારું પરિણામ મળે,તમારી સરાહના થાય.
કુંભ (ગ ,સ,શ ) : નિયમિત જીવન કરવું જરૂરી છે,વધુ પડતી દોડધામ ટાળવા સલાહ.
મીન (દ ,ચ ,ઝ ,થ): લોકો પાસેથી સિફતથી તમારું કામ લઇ શકો,લાભદાયક દિવસ.

આજે શનિવારને મહાનવમી છે,આવતીકાલે રવિવારે વિજયાદશમીનું પર્વ ઉજવવામાં આવશે. હાલના કપરા સમયમાં વિજયાદશમીનું પર્વ અવશ્ય સારા સંકેત લઈને આવી રહ્યું છે વળી હાલ ગોચર માં ગુરુ મહારાજ અને શનિ મહારાજ સ્વગૃહી ચાલી રહ્યા છે જે આગામી વર્ષ માટે શુભ સંકેત આપી રહ્યા છે. શુક્ર મહારાજ કન્યા રાશિમાં પ્રવેશી ચુક્યા છે જે ઘરેણાંની કિંમતને થોડી દબાવતા જોવા મળશે,વળી લક્ષરિયસ વસ્તુની માંગ થોડા સમય પૂરતી ઓછી થતી જોવા મળશે. શુક્ર મહારાજ કલા અને શૃંગારના ગ્રહ છે. શુક્રના નીચસ્થ થવાથી કલાકાર વર્ગને તકલીફ પડતી જોવા મળે. હાલ મંગળ મહારાજ પણ વક્રી ચાલી રહ્યા છે જે બે સેનાઓ વચ્ચે ઘર્ષણ વધારી રહ્યા છે વળી અગાઉ લખ્યા મુજબ પાકિસ્તાનની કુંડળીમાં આ વક્રી મંગળ બારમે થી પસાર થાય છે જે તેને અંદરખાને પણ તકલીફો અને ઘર્ષણ આપનાર બને છે, તથા ત્યાંની સેના અને લોકલ અધિકારીઓ વચ્ચે વધુ ઘર્ષણ કરાવનાર બને છે.