મેષ (અ,લ,ઈ) : નકારાત્મક વિચારો ટાળવા સલાહ છે,દિવસ મધ્યમ રહે.
વૃષભ (બ,વ,ઉ) : ધીમી પ્રગતિ જોવા મળે,કામકાજમાં સફળતા મળે.
મિથુન (ક,છ,ઘ) : ધંધો રોજગાર શોધતા મિત્રો માટે શુભ,પ્રગતિકારક દિવસ.
કર્ક (ડ,હ) : પોઝિટિવ વિચારોથી આગળ વધશો તો અવશ્ય કાર્યસિદ્ધિ મળશે.
સિંહ (મ,ટ) : ઘણા સમય થી રાહ જોઈ રહ્યા હોય તેવી બાબતો સામે આવે.
કન્યા (પ,ઠ,ણ) : અંગત સંબંધોમાં સારું રહે, મનની વાત વ્યક્ત કરી શકો.
તુલા (ર,ત) : સવાર બાજુ દોડધામ રહે,સાંજ ખુશનુમા વીતે,શુભ દિન.
વૃશ્ચિક (ન,ય) : ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રોને સારી તક પ્રાપ્ત થાય.
ધન (ધ,ભ,ફ,ઢ): આધ્યાત્મિક ચિંતન થાય,મનોમંથન કરી શકો.શુભ દિન.
મકર (ખ,જ) : વિલંબ થી પણ તમને કાર્ય માં સફળતા મળે,અંતરાય દૂર થાય.
કુંભ (ગ,સ,શ ) : તમે તમારી જાત સાથે રહી શકો,મનોમંથન કરી શકો.
મીન (દ,ચ,ઝ,થ): તમારી પ્રગતિના દરવાજા ખુલતા જણાય,અંતરાયો દૂર થાય.
રાહુના વૃષભમાં આવતા પહેલા અમોએ જણાવ્યું હતું કે રાહુના શુક્રના ઘરમાં આવવા થી સ્ત્રી સામેના અપરાધોમાં વૃદ્ધિ થતી જોવા મળશે અને સરકારની અલગ અલગ એજન્સીની જવાબદારીમાં વૃદ્ધિ થશે. મંગળના હાલના ગોચરના કારણે ચીન સાથે આપણી સ્થિતિ બગડતી જાય છે અને હજુ આગામી દિવસોમાં આ સંઘર્ષ વધે તેવા સંકેતો ગ્રહો આપી રહ્યા છે, આગામી નવેમ્બર અને ડિસેમ્બરમાં ચીન વધુ ઉશ્કેરણી કરે અને ભારતને લશ્કરી પગલાં લેવા મજબુર કરે તેવા સંકેતો ગ્રહો આપી રહ્યા છે વળી પાકિસ્તાનની વાત કરીએ તો ઇમરાનખાન માટે આગામી સમય કપરા ચઢાણ વાળો આવી રહ્યો છે તથા ત્યાં સરકારની જ અલગ અલગ એજન્સીઓ સામસામે આવતી જોવા મળે વળી પ્રજા ઉગ્ર આંદોલનના માર્ગે જતી જોવા મળે. ભારતની વાત કરીએ તો આગામી દિવસોમાં આ હાલતમાં કાયદો વ્યવસ્થા જાળવવા સરકારે વધુ કવાયત કરવી પડે.