આજનું રાશિફળ

મેષ (અ,લ,ઈ) : ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો પડે,દિવસ માધ્યમ રહે.
વૃષભ (બ,વ,ઉ) : સફળતા માટે થોડી રાહ જોવી પડે પણ યાદ રાખો સફળતા મળશે જ.
મિથુન (ક,છ,ઘ) : વેપારી મિત્રોને ખરીદ વેચાણમાં લાભ થાય,દિવસ સારો રહે.
કર્ક (ડ,હ) : મનોમંથન કરી શકો,આંતરિક શક્તિમાં વૃદ્ધિ થાય.
સિંહ (મ,ટ) : મનમાં બેચેની રહ્યા કરે,ધાર્યા કામ પાર ના પડે.
કન્યા (પ,ઠ,ણ) : વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે,શુભ દિન.
તુલા (ર,ત) : જીવનમાં નિયમિતતા જરૂરી છે,પૂજા પાઠથી બળ મળી રહેશે.
વૃશ્ચિક (ન,ય) : સંતાન અંગે ચિંતા જણાય,જો કે ધીમે ધીમે પરિસ્થિતિ સુધરે.
ધન (ધ,ભ,ફ,ઢ): લેખન વાંચન અને મનન કરી શકો જેની ખુબ જરુરુ છે.
મકર (ખ,જ) : પરિસ્થિતિમાં ફેરફાર આવી રહ્યો છે,સમજી ને ચાલવું.
કુંભ (ગ,સ,શ ) : મનમાં બેચેની રહ્યા કરે,કોઈ પ્રવૃત્તિમાં મનના લાગે.
મીન (દ,ચ,ઝ,થ): તમારી જાતને અંદર થી ઓળખી શકો,આત્મસંવાદ કરી શકો.

31 ઓક્ટોબરને શનિવારે શરદ પૂનમ આવી રહી છે. શારદીય નવરાત્રી અને વિજયાદશમીની શુદ્ધિ પછી શરદપૂર્ણિમાએ નભોમંડળમાં થી આવતા શીતળ અને હકારામતક કિરણો આપણને નવા ઉત્સાહ અને તાજગીથી ભરી દે છે અને એટલા માટે જ શરદ પૂર્ણિમાની રાત્રિનું વિશેષ મહત્વ છે વળી એક યા બીજા કારણોસર આપણને ખુલ્લામાં એ શીતળ ચાંદની ગ્રહણ કરવાનું સૂચન કરાયું છે જે બતાવે છે તે રાત્રે અવકાશમાંથી અનંત હકારામતક કિરણોનો સંચાર પૃથ્વી પર થતો હોય છે. જે મિત્રોને ચંદ્ર ની તકલીફ હોય તેમણે ખાસ શરદ પૂર્ણિમાની રાત્રે ખુલ્લા આકાશ નીચે ચંદ્ર સાધના કરવી જોઈએ. આ માટે “ૐ સોમ સોમય નમ:” શ્રેષ્ઠ મંત્ર છે.શરદ પૂર્ણિમાની રાતે આ મંત્રની 11 માળા કરવા થી મન મજબૂત બને છે તથા આત્મવિશ્વાસ નો સંચાર થાય છે અને વ્યક્તિ વધુ સારી રીતે કામ કરી અને સારા પરિણામ મેળવી શકે છે. આખા વર્ષ દરમિયાન આવતી 12 પૂનમમાં શરદ પૂર્ણિમા પર ચંદ્રના વિશેષ કિરણોનો લાભ આપણે મેળવી શકીએ છીએ.