આજનું રાશિફળ

મેષ (અ,લ,ઈ) : ધ્યાન યોગ મૌન થી લાભ થાય,ધાર્મિક ચિંતન કરી શકો.
વૃષભ (બ,વ,ઉ) : માનસિક વ્યગ્રતા રહે એકાંત માં મનોમંથનથી માં સારું રહે.
મિથુન (ક,છ,ઘ) : અંગત જીવનમાં આગળ વધી શકો,આનંદ પ્રાપ્ત થાય.
કર્ક (ડ,હ) : તબિયતની કાળજી લેવી,ભારે ખાવાનું ટાળવું,પરેજી પાળવી.
સિંહ (મ,ટ) : પ્રણયમાર્ગે આગળ વધી શકો,પ્રિયપાત્ર થી વાત ચિત્ત થાય,શુભ દિન.
કન્યા (પ,ઠ,ણ) : આનંદ પ્રમોદ થાય ,તમામ સુખ સગવડ પ્રાપ્ત થાય.
તુલા (ર,ત) : સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.
વૃશ્ચિક (ન,ય) : સામાજિક કૌટુંબિક કાર્ય કરી શકો,દિવસ પ્રગતિકારક રહે.
ધન (ધ,ભ,ફ,ઢ): તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,આગળ વધવાની તક મળે.
મકર (ખ,જ) : અંગત વ્યક્તિઓ સાથે ગેરસમજ નિવારવી,ઉગ્ર થઇ ના બોલવું.
કુંભ (ગ,સ,શ ) :આવક મધ્યમ રહે ,રોકાણ બાબતે હમણાં ના વિચારવું.
મીન (દ,ચ,ઝ,થ): ધંધો રોજગાર શોધતા મિત્રો એ થોડી રાહ જોવી પડે.

અગાઉ લખ્યા મુજબ ઓગસ્ટમાં બોલીવુડના અનેક સ્કેન્ડલ્સ બહાર આવી રહ્યા છે તો બીજી તરફ અગ્નિતત્વમાં વૃદ્ધિ ની વાત અમોએ લખ્યા પછી બ્રાઝિલના જંગલોથી લઇ દેશ વિદેશમાં અનેક જગ્યાએ મોટી આગજનીની ઘટના બનવા પામી છે. વળી ગુરુ કેતુ પ્લુટો યુતિ વચ્ચે અનેક આંતરરાષ્ટ્રીય કાવત્રાઓ બહાર આવી રહ્યા છે. સમગ્ર વિશ્વમાં દેશો વચ્ચે અલગ જ ધરી રચાતી જોવા મળી રહી છે. ધીમે ધીમે હકારાત્મકતા માં વૃદ્ધિ થઇ રહી છે, જેની પ્રતીતિ આપ સર્વે પણ કરી રહ્યા હશો. ગોચર ગ્રહો મુજબ પ્રકૃતિમાં અનેક પરિવર્તન જોવા મળી રહ્યા છે.આપ સર્વે તરફથી સાચા ફળકથન માટે સુંદર પ્રતિભાવ સાંપડી રહ્યા છે,સર્વે મિત્રોને વિનંતી કે આપને કોઈ પ્રશ્નના નિરાકરણ મેળવવા હોય તો અમારો સંપર્ક કરી શકો છો. વળી અમારા નિયમિત વિડિઓઝ મેળવવા માટે અમારી યૂટ્યૂબ ચેનલ આપ સબ્સ્ક્રાઇબ કરી શકો છો.