આજનું રાશિફળ

મેષ (અ,લ,ઈ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,આગળ વધવાની તક મળે.
વૃષભ (બ,વ,ઉ) : આવક જાવક નો હિસાબ રાખવો પડે,ખર્ચ પર અંકુશ રાખવો.
મિથુન (ક,છ,ઘ) : સગા સ્નેહી મિત્રોથી સારું રહે,પ્રગતિકારક દીવસ રહે.
કર્ક (ડ,હ) : નોકરિયાતવર્ગ ને સારું રહે,સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક.
સિંહ (મ,ટ) : ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથ માં આવે.
કન્યા (પ,ઠ,ણ) : માનસિક વ્યગ્રતા જણાય,મન નું ધાર્યું ના થાય.
તુલા (ર,ત) : જાહેરજીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.
વૃશ્ચિક (ન,ય) : તબિયતની કાળજી લેવી,જીવનમાં નિયમિતતાની જરૂર છે.
ધન (ધ,ભ,ફ,ઢ): પ્રણયમાર્ગે આગળ વધી શકો,પ્રિયપાત્ર થી મુલાકાત થાય.
મકર (ખ,જ) : તમામ ભૌતિક સુખ સગવડ પ્રાપ્ત થાય,દિવસ આનંદ માં વીતે.
કુંભ (ગ,સ,શ ) : નવા કાર્યમાં આગળ વધી શકો,મિત્રોની મદદ મળી રહે.
મીન (દ,ચ,ઝ,થ): તમે કરેલા કાર્યના સારા પરિણામ મેળવી શકો,દિવસ શુભ રહે.

અગાઉ લખ્યા મુજબ મુંગેર કાંડમાં પણ ઉચ્ચ અધિકારીઓનો ભોગ લેવાયો છે. બિહારમાં નીતીશકુમાર માટે કપરા ચઢાણ સાબિત થઇ રહ્યા છે. શનિ મહારાજ ત્રીજી દ્રષ્ટિથી મંગળને જોઈ રહ્યા છે જે ક્રિકેટ જેવી રમતમાં પણ રાજકારણનું કોકટેઇલ બનાવી રહ્યા છે. અમેરિકા થી લઇ ભારતમાં ચૂંટણીની મોસમ જોવા મળે છે જેની વ્યાપક અસર અનેક ક્ષેત્રમાં જોવા મળી રહી છે. મહામારીની અસર અગાઉ લખ્યા મુજબ ઘણી ઓછી થતી જાય છે પરંતુ સાથે સાથે ઘણા ક્ષેત્ર માં આવી રહેલા સૂક્ષ્મ ફેરફાર આપણા ધ્યાન બહાર રહી જાય છે. ઓનલાઇન શિક્ષણથી લઈને ઓનલાઇન વર્ક જેવા પાયાના ફેરફારો અને ઓનલાઇન ખરીદી જેવી બાબતો આપણો સામાજિક અને આર્થિક ઢાંચો મુળગો બદલી નાખવા માટે સક્ષમ છે જે આપણે સમજવું રહ્યું. આગામી દિવસોમાં મકરમાં ફરી ગુરુ શનિ અને પ્લુટોની યુતિ થનાર છે જે વિશ્વને એક મોટા રૂપાંતરણમાંથી પસાર કરવાની ઘટના બની રહેશે.