આજનું રાશિફળ

મેષ (અ,લ,ઈ) : આર્થિક બાબતો માં સારું રહે,બેન્ક બેલેન્સ વધારી શકો.
વૃષભ (બ,વ,ઉ) : તમામ કાર્ય સારી રીતે પૂર્ણ કરી શકો,પ્રગતિકારક દિવસ રહે.
મિથુન (ક,છ,ઘ) : ખર્ચ પર અંકુશ રાખવો,આવક જાવક નો હિસાબ રાખવો જરૂરી બને.
કર્ક (ડ,હ) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે,દિવસ લાભદાયક રહે.
સિંહ (મ,ટ) : ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો અવસર આવી શકે છે.
કન્યા (પ ,ઠ ,ણ ) : પોઝિટિવ વિચારો થી ખુબ લાભ મળે,આગળ વધવાની તક મળે.
તુલા (ર,ત) : વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે,શુભ દિન.
વૃશ્ચિક (ન ,ય ) : ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રો માટે સારી તક આવે,પ્રગતિ થાય.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): હિતશત્રુઓ થી સાવધ રહેવું,વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે.
મકર (ખ ,જ ) : વિદ્યાર્થીવર્ગ ને ઉચ્ચ અભ્યાસ માં સફળતા અપાવતો શુભ દિન.
કુંભ (ગ ,સ,શ ) : નવી વસ્તુની ખરીદી થાય,દિવસ આનંદ માં પસાર થાય.
મીન (દ ,ચ ,ઝ ,થ): ભાઈ ભાંડુ સુખ સારું રહે,મિત્રોની મદદ મળી રહે,શુભ દિન.

મંગળની આક્રમકતા વચ્ચે હિન્દુસ્તાને પહેલીવાર ખોંખારીને ગિલગિટ બાલ્ટીસ્ટાન પર મજબૂત દાવો કર્યો છે, ભારતની કુંડળી મુજબ પાડોશીઓ થી સદા હેરાન થઇ રહેલા દેશે હવે આક્રમક વિચારધારા ધારણ કરી છે જે બહુ જ જરૂરી છે. વિશ્વમાં જયારે વિવિધ દેશો પોતાના અંગત હિતને ધ્યાનમાં લઈને ધરી રચી રહ્યા હોય ત્યારે ભારત પણ પોતાની વિચારધારા સ્પષ્ટ કરે તે જરૂરી છે. મહામારી ધીમે ધીમે શાંત પડી રહી છે પરંતુ હવે વૈજ્ઞાનિકો પણ એ મત પર આવ્યા છે કે માનવજાત જંગલનો સફાયો કરશે તેમ વિવિધ મહામારી તેને ઘેરી વળશે. ઓસ્ટ્રેલિયાના જંગલોમાં જયારે આગ લગાવવા માં આવી અને ત્યાંની સરકારે તે ઠારવામાં ઉદાસીનતા દાખવી ત્યારે પણ અમોએ લખેલું કે ખાંડવવન બાળવાનું કર્મ મહાભારત સુધી લઇ જાય છે એમ આપણે જંગલોનો સફાયો કરીએ છીએ તે આપણને મહામારી અને યુદ્ધ તરફ લઇ જાય છે તે આપણે સમજવું જ રહ્યું. જ્યોતિષશાસ્ત્ર એ કર્મના જ લેખા-જોખા આપતું શાસ્ત્ર છે તથા સમગ્ર માનવજાતની વર્તુણુકનો પ્રતિભાવ પ્રકૃતિ તરફથી અવશ્ય મળે જ છે એ નિર્વિવાદ છે.