આજનું રાશિફળ : 22 સપ્ટેમ્બરે બુધ મહારાજ પોતાની રાશિ કન્યા છોડીને તુલા માં પ્રવેશ કરશે

મેષ (અ,લ,ઈ) : તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય,જાહેરજીવનમાં સારું રહે.
વૃષભ (બ,વ,ઉ) : કામકાજમાં વ્યસ્તતા રહે , મનમાં થોડી અશાંતિ જોવા મળે,મધ્યમ દિવસ.
મિથુન (ક,છ,ઘ) : પ્રણયમાર્ગે આગળ વધી શકો,પ્રિયપાત્ર થી મુલાકાત થાય,શુભ દિન.
કર્ક (ડ,હ) :તમામ ભૌતિક સુખ સગવડ મળે,દિવસ આરામદાયક રહે.
સિંહ (મ,ટ) : રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,નવા કાર્યમાં આગળ વધી શકો.
કન્યા (પ ,ઠ ,ણ ) : તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ થાય,આગળ વધી શકો.
તુલા (ર,ત) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
વૃશ્ચિક (ન ,ય ) : ખર્ચ પર અંકુશ રાખવો,પૈસા નું આયોજન કરવું જરૂરી છે.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): સગા સ્નેહી મિત્રો થી સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
મકર (ખ ,જ ) : કામકાજ માં સફળતા મળે,મિત્રોની મદદ મળી રહે,શુભ દિન.
કુંભ (ગ ,સ,શ ) :ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથ માં આવે,પ્રગતિ થાય.
મીન (દ ,ચ ,ઝ ,થ):માનસિક ટેન્શન રહ્યા કરે,કામ માં રુકાવટ આવતી જોવા મળે

આજથી અધિક આસો માસનો પ્રારંભ થાય છે.22 સપ્ટેમ્બરે બુધ મહારાજ પોતાની રાશિ કન્યા છોડીને તુલા માં પ્રવેશ કરશે જયારે 23 સપ્ટેમ્બરે રાહુ મહારાજ વૃષભમાં અને કેતુ મહારાજ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. અધિક માસની શરૂઆતમાં થતા આ મહત્વના ફેરફાર આ માસને મહત્વનો બનાવે છે વળી આસો માસ અધિક આવવાની ઘટના ઘણા વર્ષો પછી બને છે તેથી આ અધિક આસોમાં શક્ય તેટલું દાન,ધર્મ,પૂજા,પાઠ કરવા જોઈએ. કાર્મિક જ્યોતિષ પ્રમાણે આ સમયમાં અન્ય લોકો ને તન મન અને ધન થી મદદ કરવી જોઈએ તથા વિચારો શુભ રાખવા જોઈએ. ગોચર ગ્રહોની વાત કરીએ તો અગાઉ લખ્યા મુજબ અનેક ક્ષેત્રમાં જાસૂસી કાંડના પર્દાફાશ થઇ રહ્યા છે જે વિષે બહુ અગાઉ જ અત્રે જણાવી ચુક્યો છું હજુ પણ આંતરરાષ્ટ્રીય સ્તરે મોટા પાયે જાસૂસીના તથ્યો સામા આવતા જોવા મળશે વળી આ સમય માં જીવનપદ્ધતિમાં આમૂલ પરિવર્તન પણ આવતું જોવા મળશે.