આજનું રાશિફળ

મેષ (અ,લ,ઈ) : સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
વૃષભ (બ,વ,ઉ) : આર્થિક બાબતોમાં સારું રહે,અચાનક લાભ થવાના સંકેત છે.
મિથુન (ક,છ,ઘ) : કાર્યસિદ્ધિ આપતો દિવસ,યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
કર્ક (ડ,હ) : વાદ વિવાદ થી દૂર રહેવું,તમારા કામમાં વિશેષ ધ્યાન દેવું.
સિંહ (મ,ટ) : આકસ્મિત લાભ થાય,જુના મિત્રોને મળવાનું બને,શુભ દિન.
કન્યા (પ ,ઠ ,ણ ) : સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક,નોકરિયાતવર્ગને સારું રહે.
તુલા (ર,ત) : ધ્યાન યોગ મૌનથી લાભ થાય,ભાગ્યબળ માં વૃદ્દિ થાય.
વૃશ્ચિક (ન ,ય ) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવતી જણાય,પ્રગતિકારક દિવસ.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): જાહેરજીવનમાં સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
મકર (ખ ,જ ) : તબિયતની કાળજી લેવી,બહારના ખાન-પાનમાં ધ્યાન રાખવું પડે.
કુંભ (ગ ,સ,શ ) : સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
મીન (દ ,ચ ,ઝ ,થ): તમામ ભૌતિક સુખ સગવડ આપતો આનંદદાયક દિવસ.

આજરોજ સંકષ્ટ ચતુર્થી અને કરવા ચોથ છે, જેનું આપણી સંસ્ક્રુતિમાં વિશેષ મહત્વ છે. આ વ્રત આસો વદ ચોથના દિવસે આવે છે. આ વ્રત ખાસ કરીને પરણેલી સ્ત્રી પોતાના પતિના આયુષ્ય, સુખ અને સમૃદ્ધિ માટે કરે છે. આ દિવસે સૌભાગ્યવતિ સ્ત્રી ઉપવાસ કરે છે. રાત્રે શિવ-પાર્વતી,ગણેશ, કાર્તિકેય અને ચંદ્રની પૂજા કરી તથા ચંદ્રનાં દર્શન કર્યા પછી ઉપવાસ છોડે છે. વિક્રમ સંવંત 2076 પૂર્ણ થવાના આરે છે અને વિક્રમ સંવંત 2077નું આગમન જલ્દી થઇ રહ્યું છે. અધિક માસ સાથેના આ ભારે વિક્રમ સંવંતના પૂર્ણ થવાથી ઘણી રીતે રાહત થતી જોવા મળશે. આ વર્ષે ગોચર ગ્રહો પણ ઘણી રીતે હાવી રહ્યા પરંતુ વર્ષના અંત ભાગમાં મહામારી થી આપણે આંશિક છુટકારો અનુભવી રહ્યા છીએ અને પરિસ્થિતિ થાળે પડતી જોઈ રહ્યા છીએ. આવનારું વર્ષ અનેક રીતે શુભ રહેનારું છે પરંતુ એ યાદ રાખવું પણ જરૂરી છે કે વૃષભમાં રાહુ આર્થિક સ્થિતિને સુધરતા સમય લાગશે તેમ દર્શાવી રહ્યા છે.વળી નવેમ્બરથી ચીન સાથેનો વિવાદ પણ વધુ સંઘર્ષ તરફ લઇ જાય તેવું જણાય છે અને પાકિસ્તાન સાથે પણ વિવાદનો નિવેડો આવતો જોવા ના મળે જે આગામી વર્ષ માટેની મોટી ચુનોતી કહી શકાય.