આજનું રાશિફળ

મેષ (અ,લ,ઈ) : રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
વૃષભ (બ,વ,ઉ) : સામાજિક કૌટિમ્બિક કાર્ય કરી શકો,દિવસ પ્રગતિકારક રહે.
મિથુન (ક,છ,ઘ) : અંગત વ્યક્તિઓ સાથે મતભેદ નિવારી શકો,આનંદ દાયક દિવસ.
કર્ક (ડ,હ) : નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે,દિવસ એકંદરે સારો રહે.
સિંહ (મ,ટ) : નવા લોકો સાથે મળવાનું બને,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
કન્યા (પ ,ઠ ,ણ ) : પરિવાર સાથે સમય વિતાવી શકો,આનંદ માણી શકો ,શુભ દિન.
તુલા (ર,ત) : તમારા કાર્ય માં ઈશ્વરી સહાય પ્રાપ્ત થાય,કામ માં સફળતા મળે.
વૃશ્ચિક (ન ,ય ) : મનોમંથન કરી શકો,પોઝિટિવ વિચારો થી લાભ થાય.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): તમારા અંદરૂની મામલા નિપટાવી શકો,દિવસ સફળ રહે.
મકર (ખ ,જ ) : કુસંગત અને વ્યસન થી દૂર રહેવા સલાહ છે,વાણી માં સંયમ રાખવો.
કુંભ (ગ ,સ,શ ) : વિદ્યાર્થીવર્ગને સારું રહે,ઉચ્ચ અભ્યાસ માં સારું કામ કરી શકો.
મીન (દ ,ચ ,ઝ ,થ): કોર્ટ કચેરીમાં રાહત મળે,અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.

ઘણી વખત બે બળીયાની લડાઈમાં કમજોરનો ખો નીકળતો હોય છે તો ઘણીવાર બે બળીયાની લડાઈમાં કમજોરને ફાયદો પણ થતો હોય છે. વ્યૂહાત્મક રીતે ભારત અને ચીન બંને માટે મહત્વના નેપાળ પર ભારતની પેની નજર હોય છે તથા તે તેને સારા મિત્રની જેમ રાખવા માંગે છે જયારે સામા પક્ષે ચીન નેપાળને સામ દામ દંડ ભેદ કોઈ પણ રીતથી પોતાના તરફ ઝુકેલું રાખવા માંગે છે તથા તેના સ્વતંત્ર નિર્ણયો માં ચંચુપાત કરે છે અને તેને ભારત વિરોધી બનવા દબાણ કરે છે. આ સમય સંજોગોમાં જયારે ભારત ચીનના સબંધો સંઘર્ષ તરફ જઈ રહ્યા છે ત્યારે ભારતીય સેના ચીફ જનરલની નેપાળ મુલાકાત ઘણી સૂચક છે, વળી મંગળ ની વક્રગતિ દરમિયાનની આ મુલાકાત ઘણી સૂચક અને ફળદાયી રહી શકે છે, જો કે નેપાળ પર હાલ ચીનની ઘણી અસર જોવા મળી રહી છે પરંતુ તે ભારતને અવગણી શકે તેવી સ્થિતિમાં નથી અને ભારત પણ હવે દોસ્તીનો સુર મૂકી તેને કડક રીતે સમજાવી શકે છે.