આજનું રાશિફળ

મેષ (અ,લ,ઈ) : કુટનિતિજ્ઞ રસ્તાઓ અપનાવવા પડે,બુદ્ધિપૂર્વક નિર્ણય લેવા.
વૃષભ (બ,વ,ઉ) : પ્રણયમાર્ગે આગળ વધી શકો,મનની વાત વ્યક્ત કરી શકો.
મિથુન (ક,છ,ઘ) : જમીન મકાન વાહન સુખ સારું રહે,દિવસ પ્રગતિકારક રહે.
કર્ક (ડ,હ) : નવા કાર્યમાં આગળ વધી શકો,રચનાત્મક કામગીરી કરી શકો.
સિંહ (મ,ટ) : આર્થિક બાબતો માં મધ્યમ રહે,આવકના નવા સ્ત્રોત્ર વિચારી શકો.
કન્યા (પ ,ઠ ,ણ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
તુલા (ર,ત) : દૂર દેશ થી સારા સમાચાર મળે,નવા સંપર્કો સાથે વાત થાય.
વૃશ્ચિક (ન ,ય) : નવા વિચાર થી મન સારું રહે ,પરિવાર સાથે આનંદ માણી શકો.
ધન (ધ,ભ,ફ,ઢ ): નોકરિયાતવર્ગે ઉપરી અધિકારીઓ સાથે મતભેદ નિવારવા સલાહ છે.
મકર (ખ,જ) : ધ્યાન-યોગ-મૌન થી લાભ થાય,આધ્યાત્મિક ચિંતન થાય,શુભ દિન.
કુંભ (ગ ,સ,શ) : મિશ્ર અનુભવ આપતો દિવસ,નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.
મીન (દ,ચ,ઝ,થ): વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે,સુંદર દિવસ.

આજરોજ બુધવારને રમા એકાદશી છે.આવતીકાલે ગુરુવારને વાક બારસ આવી રહી છે. શુક્રવાર ને 13 નવેમ્બરના સાંજે 6 કલાક સુધી ધનતેરસ છે. માટે ધનતેરસની પૂજા વિધિ સાંજે 6 પહેલા કરવી જોઈએ ત્યારબાદ રૂપ ચૌદશ એટલેકે કાળી ચૌદશ બેસી જાય છે જે શનિવારે, 14 નવેમ્બરના બપોરે 2.19 સુધી રહેશે. શનિવારે બપોરે 2.19 થી દીપાવલીનો પ્રારંભ થશે જે 15 નવેમ્બરને રવિવારના સવારે 10.31 સુધી રહેશે,માટે નૂતન વર્ષ સોમવારે શરુ થશે. ભાઈ બીજ પણ સોમવારે ઉજવવાની રહેશે. લાભપાંચમ 19 નવેમ્બરને ગુરુવારના રોજ આવશે. દીપાવલીના ચોપડા પૂજનના મુહૂર્ત ફરી અત્રે જણાવું છું.ચોપડા પૂજનના મુહૂર્ત શનિવારે બપોર પછી 2.20 થી 4.31 સુધી સાંજે 5.54 થી 7.32 અને રાત્રે 9.07 થી 2 વાગ્યા સુધી રવિવારે વહેલી સવારે 5.16 થી 6.52 સુધી અને સવારે 8.16 થી 10.30 સુધી છે જે સર્વે વાચક મિત્રોની જાણ માટે લખું છું.