આજનું રાશિફળ

મેષ (અ,લ,ઈ) : ખુબ વિચારી ને શાંતિથી નિર્ણય કરવા સલાહ છે,ઉતાવળ ના કરવી.
વૃષભ (બ,વ,ઉ) : સંતાન અંગે સારું રહે,આગળ વધવાની તક મળે.
મિથુન (ક,છ,ઘ) : તમામ ભૌતિક સુખ સગવડ પ્રાપ્ત થાય,પ્રગિતકારક દિવસ.
કર્ક (ડ,હ) :સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.
સિંહ (મ,ટ) : આર્થિક બાબત માં મધ્યમ રહે,બેન્ક બેલેન્સ બાબત જોવું પડે.
કન્યા (પ ,ઠ ,ણ ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ-પ્રતિષ્ઠા મળે.
તુલા (ર,ત) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે, લાભદાયક દિવસ.
વૃશ્ચિક (ન ,ય ) : સગા-સ્નેહી-મિત્રો થી સારું રહે,દિવસ પ્રગતિકારક રહે.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): ધંધો-રોજગાર શોધતા મિત્રો એ રાહ જોવી પડે,મધ્યમ દિવસ.
મકર (ખ ,જ ) : ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથ માં આવે.
કુંભ (ગ ,સ,શ ) :માનસિક વ્યગ્રતા રહે, ગમતી પ્રવૃત્તિ કરવા સલાહ છે.
મીન (દ ,ચ ,ઝ ,થ):જાહેરજીવન માં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

આજરોજ ગુરૂવારને વાક બારસ છે.શુક્રવારે ધનતેરસ આવી રહી છે.ધનતેરસ માત્ર લક્ષ્મી ઉપાસનાનો જ દિવસ નથી. નીરોગિતાના દેવ ભગવાન ધન્વંતરીનું પણ તે દિવસે જ અવતરણ થયું હતું. મુરબ્બી શ્રી જીતુભાઇ તળાવિયા જેઓ આપણી વચ્ચે થી વિદાઈ લઇ ચુક્યા છે તેમની ધન્વંતરિ આરાધના અદભુત હતી વળી દર વર્ષે પર્યાવરણ ટ્રસ્ટમાં વિવિધ દુર્લભ વનસ્પતિ સાથે ધન્વંતરિ હવન પણ કરવામાં આવતો. મા લક્ષ્મીજી સુખ શાંતિ અને સમૃદ્ધિના દેવી છે, તેની કૃપા મેળવવા માટે શારીરિક સ્વસ્થતા અને દિર્ઘ આયુષ્ય હોવાનું પણ એટલું જ મહત્ત્વનું છે. જે પ્રમાણે દેવ- દાનવોનાં સમુદ્ર મંથન દરમિયાન તેમાંથી માલક્ષ્મીજી ઉત્પન થયા, તેજ પ્રમાણે તેરસના દિવસે ભગવાન ધન્વંતરિ પણ અમૃતકળશ લઈને સમુદ્રમંથનમાંથી બહાર આવ્યા હતા. ધન્વંતરિ ભગવાન વિષ્ણુનો અવતાર ગણાયા છે. તેઓ દેવોનાં વૈધ પણ ગણાયા છે. ધનતેરસનાં પવિત્રદિને ધનનાં દેવતા કુબેરની પૂજાનું વિશેષ મહત્વ છે. લંકાધિપતિ રાજા રાવણે કુબેરની સાધના કરી, તેમને પ્રસન્ન કર્યા, અને પુરેપુરી સુવર્ણની લંકા બનાવી હતી. ત્યારથી આજનાં દિવસે કુબેરનાં યંત્રનું પૂજન કરવામાં આવે છે.આમ ધનતેરસના લક્ષ્મીજી કુબેરજી અને ધન્વંતરિની પૂજા ફળદાયી નીવડે છે.