આજનું રાશિફળ

મેષ (અ,લ,ઈ) : પરિવાર સાથે આનંદ માણી શકો,મુસાફરી થાય,શુભ દિન.
વૃષભ (બ,વ,ઉ) : ભાઈ ભાંડુ સુખ સારું રહે,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.
મિથુન (ક,છ,ઘ) : તમારા સૌમ્ય વાણી વર્તનથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો,શુભ દિન.
કર્ક (ડ,હ) : આજના દિવસે તમામ મોરચે તમે સારી રીતે આગળ વધી શકો.
સિંહ (મ,ટ) : વાદ વિવાદ થી દૂર રહેવું,મતભેદ નિવારવા સલાહ છે,મધ્યમ દિવસ.
કન્યા (પ ,ઠ ,ણ) : સગા સ્નેહી મિત્રોથી સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
તુલા (ર,ત) વેપારીવર્ગ ને મધ્યમ રહે ,નોકરિયાત વર્ગની પ્રગતિ થાય.
વૃશ્ચિક (ન ,ય) : ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથમાં આવે.
ધન (ધ,ભ,ફ,ઢ ): દૂર દેશ થી સારા સમાચાર મળે,જુના મિત્રોને મળવાનું થાય.
મકર (ખ,જ) : જાહેરજીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય,શુભ દિન.
કુંભ (ગ ,સ,શ) :તબિયતની કાળજી લેવી,વધુ પડતી દોડધામ નિવારવા સલાહ છે.
મીન (દ,ચ,ઝ,થ): સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો,શુભ દિન.

જીવનમાં કોઈ ક્ષેત્રમાં સર્વશ્રેષ્ઠ કારકિર્દી બનાવી સમગ્ર વિશ્વને પોતાના દીવાના કરનાર અલગ અલગ ક્ષેત્રના બે મહારથીઓ માઈકલ જેક્સન અને ડિએગો મેરાડોના આપણી વચ્ચે નથી. ભલે બંને ના ક્ષેત્ર અલગ હતા પણ સમગ્ર વિશ્વમાં તેઓ લખો કરોડો ચાહકો ધરાવતા હતા અને લાગણીશીલ વ્યક્તિત્વ ધરાવતા હતા. સારા ખરાબ સમય બંને એ જોયા હતા અને ઉદાસી અને ગમગીનીમાં બંને એ નશાનું હદબહાર સેવન પણ કરેલું. આમ છતાં વૈશ્વિક સ્તરે આ બંનેએ અપ્રતિમ સફળતા મેળવી હતી. બંનેની કુંડળીમાં રાજયોગ સાથે સાથે સૂર્યનું તેજ અને મંગળની તાકાત જોવા મળતી હતી તો ચંદ્રના વિક્ષિપ્ત થવાથી લાગણીમાં દુ:ખી થઇ વ્યસન તરફ વળવાનું ભાવિ પણ હતું. અનેક ઉતાર ચડાવ વાળી કારકિર્દી સાથે એક વસ્તુ નક્કી હતી કે ગ્રહો તેમને તેમના ક્ષેત્રમાં ઈશ્વરની કક્ષાએ બેસારવાના હતા જેમાં પ્લુટોની તાકાત પણ સહભાગી બનતી હતી બંને કુંડળીમાં ઉડીને આંખે વળગે તેવું સામ્ય ગ્રહોમાં જોવા મળે છે અને લાગણીશીલતા થી લઈને વ્યસન અને વિવાદાસ્પદ સબંધો બંનેના જીવનમાં જોવા મળ્યા તો દેવોને પણ ઈર્ષા થાય તેવો ચાહકવર્ગ હંમેશા સાથે રહ્યો જે તેમની કુંડલીના ઊંડાણ થી અભ્યાસ કરવાથી સમજાય છે. બંને પોતાના ક્ષેત્રના એક યુગ બન્યા, જીવ્યા, અને એ યુગ લઈને આથમી ગયા.