આજનું રાશિફળ

મેષ (અ,લ,ઈ) : વિધાર્થીવર્ગ એકાગ્રતાથી આગળ વધી શકે,સફળતા મળે,શુભ દિન.
વૃષભ (બ,વ,ઉ) : જમીન મકાન વિગેરે સુખ સારું રહે,દિવસ આનંદદાયક રહે.
મિથુન (ક,છ,ઘ) : ભાઈ ભાંડુ સુખ સારું રહે,સામાજિક કાર્ય કરી શકો,શુભ દિન.
કર્ક (ડ,હ) : તમારા સૌમ્ય વાણી-વર્તન થી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.
સિંહ (મ,ટ) : કામકાજ માં સફળતા મળે,તમારા ક્ષેત્ર માં આગળ વધી શકો,પ્રગતિ થાય.
કન્યા (પ ,ઠ ,ણ) : બિનજરૂરી વિવાદો ટાળવા,બોલવા માં કાળજી રાખવા સલાહ છે.
તુલા (ર,ત) : સગા સ્નેહી મિત્રો થી સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
વૃશ્ચિક (ન ,ય) : સ્ત્રી વર્ગ નેમધ્યમ રહે,ધીમી પ્રગતિ જોવા મળે,સુંદર દીવસ.
ધન (ધ,ભ,ફ,ઢ ): નસીબ સાથ આપે,ધીમે-ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે.
મકર (ખ,જ) : માનસિક વ્યગ્રતા જણાય,મન નું ધાર્યું ના થાય,મધ્યમ દિવસ.
કુંભ (ગ ,સ,શ) :જાહેરજીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય,શુભ દિન.
મીન (દ,ચ,ઝ,થ): તબિયતની કાળજી લેવી,ખાવા પીવા માં કાળજી લેવી,મધ્યમ દિવસ.

આગામી 7 ડિસેમ્બરને સોમવારે કારતક વદ આઠમ,કાલાષ્ટમી અને કાલભૈરવ જયંતિ આવી રહી છે. જ્યોતિષશાસ્ત્રમાં ક્રૂર ગ્રહોને શાંત પાડવા અને શત્રુનાશ માટે વળી કોર્ટ કચેરી કે બંધન કે કોઈ મુશ્કેલીમાં થી બહાર આવવા માટે કાલભૈરવ સાધના ખુબ અકસીર અનુભવ આપનારી છે. મારા વર્ષોના અનુભવમાં મેં જોયું છે કે રાહુ-કેતુ-શનિ ગ્રહને લગતી પીડા હોય તો તેમાં કાલભૈરવ સાધના ખુબ ઉપયોગી પુરવાર થાય છે. કાલભૈરવ જયંતીના દિવસે ભક્તિભાવ પૂર્વક કાલભૈરવ સાધના કરવાથી લાભ થાય છે. ભૈરવનાં આઠ સ્વરૂપો અસિતાંગ ભૈરવ, રૂદ્ર ભૈરવ, ચંદ્ર ભૈરવ, ક્રોધ ભૈરવ, ઉન્મત ભૈરવ, કપાલ ભૈરવ, ભીષણ ભૈરવ અને સંહાર ભૈરવ છે. કળીયુગમાં કાલભૈરવ જાગૃત દેવતા ગણાય છે. ભૈરવ સાક્ષાત શિવનું સ્વરૂપ છે. ભૂત-પ્રેત, બાધા કે કોઇ ક્રિયાનો ભોગ બનેલા જાતકે મંગળવારે કે શનિવારે ભૈરવાષ્ટકનો પાઠ કરવો.આમ તો દરરોજ ભૈરવાષ્ટકનો પાઠ કરવામાં આવે તો નકારાત્મક ઉર્જા જે તે વ્યક્તિથી દૂર રહે છે.