આજનું રાશિફળ

મેષ (અ,લ,ઈ) : કુટનિતિજ્ઞ રસ્તાઓ અપનાવવા પડે,બુદ્ધિપૂર્વક નિર્ણય લેવા.
વૃષભ (બ,વ,ઉ) : પ્રણયમાર્ગે આગળ વધી શકો,મનની વાત વ્યક્ત કરી શકો.
મિથુન (ક,છ,ઘ) : જમીન મકાન વાહન સુખ સારું રહે,દિવસ પ્રગતિકારક રહે.
કર્ક (ડ,હ) : નવા કાર્યમાં આગળ વધી શકો,રચનાત્મક કામગીરી કરી શકો.
સિંહ (મ,ટ) : આર્થિક બાબતો માં મધ્યમ રહે,આવકના નવા સ્ત્રોત્ર વિચારી શકો.
કન્યા (પ ,ઠ ,ણ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
તુલા (ર,ત) : દૂર દેશ થી સારા સમાચાર મળે,નવા સંપર્કો સાથે વાત થાય.
વૃશ્ચિક (ન ,ય) : નવા વિચાર થી મન સારું રહે ,પરિવાર સાથે આનંદ માણી શકો.
ધન (ધ,ભ,ફ,ઢ ): નોકરિયાતવર્ગે ઉપરી અધિકારીઓ સાથે મતભેદ નિવારવા સલાહ છે.
મકર (ખ,જ) : ધ્યાન-યોગ-મૌન થી લાભ થાય,આધ્યાત્મિક ચિંતન થાય,શુભ દિન.
કુંભ (ગ ,સ,શ) : મિશ્ર અનુભવ આપતો દિવસ,નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.
મીન (દ,ચ,ઝ,થ): વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે,સુંદર દિવસ.

બહુ અગાઉ અત્રે લખ્યા મુજબ આંદોલનો જોર પકડતા જાય છે અને નજીકના ભવિષ્યમાં સમેટાવામાં ચિહ્નો દેખતા નથી.જેમ જેમ ગુરુ અને શનિ અંશાત્મક રીતે નજીક આવતા જાય છે તેમ ગ્રહયુદ્ધનો સાચો પરિચય થતો જાય છે.આગામી દિવસોમાં ગુરુ અને શનિ વધુને વધુ નજીક આવશે જેની વિનાશક અસરો જોવા મળશે વળી અનેક જગ્યા એ સંઘર્ષની સ્થિતિ જોવા મળશે.સરહદ પર પણ સમય વધુને વધુ સંગીન બનતો જોવા મળશે.ખાસ કરીને 20 ડિસેમ્બર અને પછીનો સમય આ બાબતમાં વધુ કાળજી લેવા જેવો ગણી શકાય. ડિસેમ્બર જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં શનિના ઘરની મકર રાશિમાં ગ્રહોનો જમાવડો થતો જાય છે અને ફેબ્રુઆરીમાં છ ગ્રહોની યુતિ પણ થશે વળી આગામી 14 ડિસેમ્બરના ખગ્રાસ સૂર્ય ગ્રહણ પણ આવી રહ્યું છે.એક જ પખવાડિયામાં ચંદ્ર ગ્રહણ પછી આવતું ખગ્રાસ સૂર્ય ગ્રહણ ઘણું સૂચક છે અને સરકારને વધુ સંઘર્ષમાં થી પસાર થવું પડે વળી પ્રજા અને સરકાર વચ્ચે તાલમેલ કેળવવામાં સમય લાગે તેમ દર્શાવે છે જયારે અનેક જગ્યાએ સીધા ટકરાવની સ્થિતિ બનતી પણ જોવા મળશે.વૈશ્વિક સ્તરે પણ ખગ્રાસ સૂર્ય ગ્રહણ અને ગોચર ગ્રહોની આવી અસરો જોવા મળશે.