આજનું રાશિફળ

મેષ (અ,લ,ઈ) : આંતરિક શક્તિ વધે, દિવ્ય લાભ આપતો દિવસ,પ્રગતિ થાય.
વૃષભ (બ,વ,ઉ) : ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથ માં આવે.
મિથુન (ક,છ,ઘ) : માનસિક વ્યગ્રતા રહે,મન નું ધાર્યું ના થાય,મધ્યમ દિવસ.
કર્ક (ડ,હ) : દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
સિંહ (મ,ટ) : તબિયતની કાળજી લેવી, ખાણી પીણી બાબત ધ્યાન રાખવા સલાહ છે.
કન્યા (પ ,ઠ ,ણ ) : પ્રણયમાર્ગે આગળ વધી શકો,મનની વાત વ્યક્ત કરી શકો.
તુલા (ર,ત) : પરિવાર સાથે સમય વિતાવી શકો ,દિવસ આનંદ માં પસાર કરી શકો.
વૃશ્ચિક (ન ,ય ) : રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): તમારા સૌમ્ય વાણી-વર્તનથી લાભ થાય,પ્રગતિકારક દિવસ રહે.
મકર (ખ ,જ ) : તમારા ક્ષેત્રમાં આગળ વધી શકો,કામકાજમાં સફળતા મળે.
કુંભ (ગ ,સ,શ ) : ખર્ચ પર અંકુશ રાખવો પડે,આવક જાવક નો મેળ કરવો જરૂરી.
મીન (દ ,ચ ,ઝ ,થ): આકસ્મિત લાભ થાય,ગમતી વ્યક્તિ સાથે સમય વિતાવી શકો.

આગામી તા.23 સપ્ટેમ્બર,2020ના રોજ છાયાગ્રહ કેતુ અને રાહુ રાશિ પરિવર્તન કરી રહ્યા છે. રાહુ કેતુનું આ ભ્રમણની રાશિવાર અસર જોઈએ તો મેષ માટે ઉર્જા પ્રદાન કરનાર આર્થિક લાભ આપનાર જયારે વૃષભ માટે પરિવર્તન આપનાર તો મિથુનને બારમે રાહુ પ્રતિકૂળ રહે જયારે કર્ક માટે આગામી દોઢ વર્ષ રાહત અને અનુકૂળતા વાળું ગણાય.સિંહને કાર્યક્ષેત્ર માં સફળતા અપાવે નોકરિયાત વર્ગને સારું રહે જયારે કન્યા માટે શુભફળદાયી રહે તો તુલાને થોડું પ્રતિકૂળ ગણી શકાય જયારે વૃશ્ચિકના મિત્રોને રાહત આપનાર જો કે ભાગીદારી અને દામ્પત્ય જીવનમાં સંભાળવું પડે. ધન રાશિ ને રોગ અને શત્રુ પર વિજય અપાવનાર બને જયારે મકરને પ્રણય બાબત ચિંતા રખાવે વળી મકર અને કુંભને પનોતીની અસર પણ ચાલુ હોવા થી સાવધાની રાખવી પડે કુંભને ચોથે થી પસાર થતો રાહુ પ્રતિકૂળ જયારે મીનને રાહત આપનાર બને છે.વળી મીનના જાતકો આ સમયમાં નવા કાર્યની શરૂઆત પણ કરી શકે. એકંદરે આ ભ્રમણ શુભ રહેશે.