આજનું રાશિફળ

મેષ (અ,લ,ઈ) : ખુબ વિચારી ને શાંતિથી નિર્ણય કરવા સલાહ છે,ઉતાવળ ના કરવી.
વૃષભ (બ,વ,ઉ) : સંતાન અંગે સારું રહે,આગળ વધવાની તક મળે.
મિથુન (ક,છ,ઘ) :  તમામ ભૌતિક સુખ સગવડ પ્રાપ્ત થાય,પ્રગિતકારક દિવસ.
કર્ક (ડ,હ)           :સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.
સિંહ (મ,ટ) : આર્થિક બાબત માં મધ્યમ  રહે,બેન્ક બેલેન્સ બાબત જોવું પડે.
કન્યા (પ ,ઠ ,ણ ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ-પ્રતિષ્ઠા મળે.
તુલા (ર,ત) :  ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે, લાભદાયક દિવસ.
વૃશ્ચિક (ન ,ય ) : સગા-સ્નેહી-મિત્રો થી સારું રહે,દિવસ પ્રગતિકારક રહે.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): ધંધો-રોજગાર શોધતા મિત્રો એ રાહ જોવી પડે,મધ્યમ દિવસ.
મકર (ખ ,જ ) : ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથ માં આવે.
કુંભ (ગ ,સ,શ ) :માનસિક વ્યગ્રતા રહે, ગમતી પ્રવૃત્તિ કરવા સલાહ છે.
મીન (દ ,ચ ,ઝ ,થ):જાહેરજીવન માં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

આગામી તા.૨૧ ડિસેમ્બરે ગુરુ અને શનિનું અદભુત મિલન થતું જોવા મળશે. વાતાવરણમાં તેની અસર અત્યારથી જ દેખાવા લાગી છે. ગુરુ અને શનિનું ખુબ નજીક આવવું એક યુદ્ધ જેવું છે અને તેની અસર હાલ વિશ્વમાં જોવા મળી રહી છે વળી આગામી વર્ષ પર પણ તેની અસર જોવા મળશે. ૨૦૨૧નું વર્ષ શરુ થવામાં છે ત્યારે નોસ્ત્રાદેમસની આગાહીઓ ફરી ચર્ચામાં છે. બે ગ્રહણો પછી શરુ થતા વર્ષ ૨૦૨૧માં મકર રાશિમાં છ ગ્રહોની યુતિ થનાર છે વળી ગુરુ શનિ અને પ્લુટોની ગયા વર્ષ જેવી જ યુતિ ફરી મકર રાશિમાં આકાર લેશે આ બધી બાબતોને ધ્યાનમાં લઈએ તો વર્ષ ૨૦૨૧ અનેક નવા પડકારો અને સોગાદો લઈને આપણી સામે આવી રહ્યું છે. કુદરતી આપદાઓ થી લઇ ને અનેક આંદોલનો અને તખ્તાપલટ  આપણે ૨૦૨૧ માં જોવાના છીએ, તો અનેક ક્ષેત્રમાં સાવ નવી શરૂઆત જોવા મળશે જયારે ૨૦૨૦ ના ઘણા પ્રશ્નો આ વર્ષમાં ઉકેલાતા પણ જોવા મળશે. બહુ અગાઉ લખી ગયો હતો તે મુજબ ૨૦૨૧થી આપણી જીવનપદ્ધતિમાં અમુલ ફેરફારો આવતા પણ જોવા મળશે.