આજનું રાશિફળ

મેષ (અ,લ,ઈ) : તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય,અંગત જીવનમાં સારું રહે.
વૃષભ (બ,વ,ઉ) : કામકાજમાં વ્યસ્તતા રહે , મનમાં અસમંજસ રહે ,મધ્યમ દિવસ.
મિથુન (ક,છ,ઘ) : પ્રણયમાર્ગે આગળ વધી શકો,પ્રિયપાત્ર સાથે વાત થાય,શુભ દિન.
કર્ક (ડ,હ) :તમામ ભૌતિક સુખ સગવડ મળે,દિવસ આરામદાયક રહે.
સિંહ (મ,ટ) : રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,નવા કાર્યમાં આગળ વધી શકો.
કન્યા (પ ,ઠ ,ણ ) : તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ થાય,આગળ વધી શકો.
તુલા (ર,ત) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
વૃશ્ચિક (ન ,ય ) : ખર્ચ પર અંકુશ રાખવો,પૈસા નું આયોજન કરવું જરૂરી છે.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): સગા સ્નેહી મિત્રો થી સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
મકર (ખ ,જ ) : કામકાજ માં મધ્યમ રહે ,મિત્રોની મદદ મળી રહે,શુભ દિન.
કુંભ (ગ ,સ,શ ) :ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથ માં આવે,પ્રગતિ થાય.
મીન (દ ,ચ ,ઝ ,થ):માનસિક ટેન્શન રહ્યા કરે,કામ માં રુકાવટ આવતી જોવા મળે.

11 ડિસેમ્બરને શુક્રવારે ઉત્પત્તિ એકાદશીના દિવસે શુક્ર મહારાજ પોતાની રાશિ તુલા છોડીને વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે, જેથી સૂર્ય કેતુ બુધ શુક્ર ચાર ગ્રહોની યુતિ જળતત્વની અને મંગળના ઘરની વૃશ્ચિક રાશિમાં થશે. વૃશ્ચિક રાશિ રહસ્યમય રાશિ છે કેતુના વૃશ્ચિક રાશિમાં આવવાથી અંતરિક્ષના અનેક રહસ્યો આપણી સામે આવી રહ્યા છે જે વિષે હું બહુ અગાઉ લખી ચુક્યો છું કે કેતુના રહસ્યમય રાશિ વૃશ્ચિકમાં આવવાથી અનેક અલૌકિક અનુભવ થતા જોવા મળશે. મારી પ્રેક્ટિસમાં આવતા કિસ્સાઓમાં હાલ માં અલૌકિક અનુભવોના કેઈસ વિપુલ પ્રમાણમાં વધતા જોવા મળે છે વળી આ સમયમાં જ વિશ્વમાં મોનોલીથની ચર્ચાએ જોર પકડ્યું છે તો બીજી તરફ ઇઝરાયેલના પૂર્વ અંતરિક્ષ અધિકારી અને અંતરિક્ષ વિજ્ઞાનીએ બહારની દુનિયાના લોકો સાથે સંપર્કની વાત ખુબ જવાબદારી પૂર્વક કહી છે. આગામી દિવસોમાં આ વિષય પર વધુ ખુલાસા થશે પરંતુ એક વાત નક્કી છે કે કેતુ મહારાજ દોઢ વર્ષ વૃશ્ચિક રાશિમાં રહેશે ત્યાં સુધી વિશ્વને અનેક અલૌકિક અનુભવમાં થી પસાર કરશે અને બહુ જલ્દી આપણે બહારની દુનિયાના અસ્તિત્વ વિષે જાણી શકીશું.