આજનું રાશિફળ

મેષ (અ,લ,ઈ) : ભાગ્ય ની દેવી રીઝતી જણાય,નવીન તક હાથ માં આવે.
વૃષભ (બ,વ,ઉ) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે,દિવસ મધ્યમ રહે.
મિથુન (ક,છ,ઘ) : દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
કર્ક (ડ,હ) : શત્રુઓ થી સાવધાન રહેવું,વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે.
સિંહ (મ,ટ) : સંતાન અંગે સારું રહે,અંગત સંબંધો સુધારી શકો,શુભ દિન.
કન્યા (પ,ઠ,ણ) : જમીન મકાન વાહન સુખ સારું રહે,આગળ વધવાની તક મળે.
તુલા (ર,ત) : સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક,નવા કાર્ય માં લાભ મેળવી શકો.
વૃશ્ચિક (ન,ય) : આર્થિક બાબતો માં મધ્યમ રહે,વાણી વર્તન થી લાભ થાય.
ધન (ધ,ભ,ફ,ઢ): કામકાજ માં સફળતા મળે,દિવસ પ્રગતિકારક રહે.
મકર (ખ,જ) : ખર્ચ પર અંકુશ રાખવો જરૂરી,બજાર બાબતનું ગણિત સંભાળી ને કરવું.
કુંભ (ગ,સ,શ ) :સગા સ્નેહી મિત્રો થી સારું રહે,કાર્ય માં પ્રગતિ કરી શકો.
મીન (દ,ચ,ઝ,થ): નવા કાર્ય અંગે ઠોસ કદમ ઉઠાવી શકો,પ્રગતિકારક દિવસ.

સૂર્ય મહારાજ ધનરાશિમાં પહોંચી ચુક્યા છે. આવતીકાલે ગુરૃવારને 17 ડિસેમ્બરે બુધ મહારાજ પણ ધન રાશિમાં પ્રવેશ કરશે. પ્લુટો મહારાજ હાલ ધન રાશિમાં છે જ, આમ ગુરુના ઘરની ધન રાશિમાં બુધાદિત્ય યોગની રચના થશે. ડિસેમ્બરના અંતમાં પ્લુટો પણ મકર રાશિમાં પ્રવેશ કરશે જેથી મકર માં ગુરુ અને શનિ સાથે યુતિમાં આવશે જે પ્રકારની યુતિ 2020 ની શરૂઆત માં બની હતી. ગુરુ અને શનિ અંશાત્મક રીતે નજીક આવી રહ્યા છે જેની અસર વિષે હું અગાઉ લખી ચુક્યો છું. આ એક ગ્રહ યુદ્ધ જેવી સ્થિતિ છે અને ડિસેમ્બરમાં આગળ વધતા વધતા આપણે તેની અસર અનુભવી શકીશું.અગાઉ લખ્યા મુજબ હવે દુનિયા સમક્ષ આવી રહ્યું છે કે ચીનની પરદા પાછળની રમત બહુ ગંદી હોય છે. ચીન તેના જાસૂસને દરેક ક્ષેત્રમાં કામે લગાડે છે. મેડિકલ ક્ષેત્રે પણ તે દયાહીન બનીને જાસૂસી અને કાવતરા કરે છે વળી ભવિષ્યમાં પણ તે કોઈ પણ હિચકારું કૃત્ય કરતા અચકાય તેમ નથી.