આજનું રાશિફળ

મેષ (અ,લ,ઈ) : આંતરિક શક્તિ વધે, દિવ્ય લાભ આપતો દિવસ,પ્રગતિ થાય.
વૃષભ (બ,વ,ઉ) : ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથ માં આવે.
મિથુન (ક,છ,ઘ) : માનસિક વ્યગ્રતા રહે,મન નું ધાર્યું ના થાય,મધ્યમ દિવસ.
કર્ક (ડ,હ) : દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
સિંહ (મ,ટ) : તબિયતની કાળજી લેવી, ખાણી પીણી બાબત ધ્યાન રાખવા સલાહ છે.
કન્યા (પ ,ઠ ,ણ ) : પ્રણયમાર્ગે આગળ વધી શકો,મનની વાત વ્યક્ત કરી શકો.
તુલા (ર,ત) : પરિવાર સાથે સમય વિતાવી શકો ,દિવસ આનંદ માં પસાર કરી શકો.
વૃશ્ચિક (ન ,ય ) : રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): તમારા સૌમ્ય વાણી-વર્તનથી લાભ થાય,પ્રગતિકારક દિવસ રહે.
મકર (ખ ,જ ) : તમારા ક્ષેત્રમાં આગળ વધી શકો,કામકાજમાં સફળતા મળે.
કુંભ (ગ ,સ,શ ) : ખર્ચ પર અંકુશ રાખવો પડે,આવક જાવક નો મેળ કરવો જરૂરી.
મીન (દ ,ચ ,ઝ ,થ): આકસ્મિત લાભ થાય,ગમતી વ્યક્તિ સાથે સમય વિતાવી શકો.

અગાઉ લખ્યા મુજબ સીને જગતની મોટી હસ્તીઓ રાજનીતિમાં આવવાનું વિચારી રહી છે.રાહુના શુક્રના ઘરની રાશિ વૃષભમાં પ્રવેશ પહેલા જ અત્રે જણાવેલું કે રાહુના વૃષભ ભ્રમણમાં સીને જગત અને સ્પોર્ટ્સની અનેક હસ્તીઓ રાજનીતિમાં આવતી જોવા મળશે તે મુજબ રજનીકાંત અને કમલ હસન સક્રિય રાજકારણમાં આવવાનું વિચારી રહ્યા છે, હજી પણ અનેક મહારથીઓને આપણે રાજનીતિમાં પદાર્પણ કરતા જોવાના છે. હાલના ગ્રહમાનમાં જુના જાણીતા ઘણા રાજનીતિજ્ઞો કાળની ગર્તામાં ખોવાઈ જતા જોવા મળશે અને રાહુનો આ દોઢ વર્ષનો સમય રાજનીતિના ખેલાડીઓ અને રણનીતિને મુળગી ફેરવવામાં કારણભૂત બનશે. શનિના ઘરમાં પ્લુટો ગુરુ અને શનિની યુતિ પણ જાહેરજીવનની વ્યાખ્યા અનેક રીતે ફેરવી નાખશે અને સામાજિક જીવનથી લઈને વ્યક્તિગત જીવનમાં અમુલ પરિવર્તન જોવા મળશે.