આજનું રાશિફળ

મેષ (અ,લ,ઈ) : આવકમાં મધ્યમ રહે ,આકસ્મિત લાભ થાય,પ્રગતિકારક દિવસ.
વૃષભ (બ,વ,ઉ) :સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક,આગળ વધવાની તક મળે,શુભ દિન.
મિથુન (ક,છ,ઘ) : નસીબ સાથ આપતું જણાય,ધાર્યા કામ પાર પાડી શકો.
કર્ક (ડ,હ) : માનસિક વ્યગ્રતા રહે,મનનું ધાર્યું ના થાય,મધ્યમ દિવસ.
સિંહ (મ,ટ) : અંગત જીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.
કન્યા (પ,ઠ,ણ) : જુના હઠીલા રોગ થી સાવધાન રહેવું,વધુ પડતી ચિંતાઓ ટાળવી.
તુલા (ર,ત) : સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
વૃશ્ચિક (ન,ય) : નવા આયોજનો વિચારી શકો ,દિવસ આનંદ માં પસાર થાય.
ધન (ધ,ભ,ફ,ઢ): ભાઈ ભાંડુ સુખ સારું રહે,મિત્રોની મદદ મળી રહે.
મકર (ખ,જ) : આર્થિક બાબતો માં મધ્યમ રહે,વાણી વર્તન માં કાળજી લેવી.
કુંભ (ગ,સ,શ ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,યશ પ્રતિષ્ઠા મેળવી શકો .
મીન (દ,ચ,ઝ,થ): ખર્ચ પર અંકુશ રાખવો,નાણાકીય આયોજન કરવું જરૂરી બને

ગઈ કાલે સાંજે આપણે આકાશમાં નરી આંખે ચંદ્ર- ગુરુ-શનિ ત્રિકોણનો અદભુત નજારો નિહાળ્યો. ગ્રહોની કેટલીક ભાત આપણને રોમાંચિત કરનારી હોય છે. સામાન્ય રીતે 14 વર્ષે રાશિ પરિવર્તન કરતા પ્લુટો મહારાજ 29 ડિસેમ્બરના ફરી મકર રાશિમાં પ્રવેશ કરશે જ્યાં ગત વર્ષની જેમ તેની યુતિ ફરી ગુરુ અને શનિ સાથે થશે. પ્લુટોના મકરમાં આગમન પહેલા જ વાયરસે તેની ચાલ બદલવાની શરુ કરી છે. ગ્રહોના સેનાપતિ મંગળ મહારાજ 24 ડિસેમ્બરના રોજ પોતાની રાશિ મેષમાં પ્રવેશ કરશે. વળી 21 ડિસેમ્બરના રોજ ગુરુ અને શનિ અત્યંત સમીપ હશે. ગ્રહોની બાબતને સમજીએ તો હજુ આગામી બે માસનો ગાળો વધુ સાવધાનીપૂર્વક પસાર કરવા જેવો ગણી શકાય. મહામારી જતા જતા પણ તેના બહુરુપનો ઉપયોગ કરી વધુ ને વધુ સતામણી કરવા પ્રયત્ન કરે છે, વળી મંગળના રાશિ પરિવર્તન પછી બે દેશ વચ્ચે સંઘર્ષ પણ વધતો જોવા મળશે વળી અફઘાનિસ્તાન જેવા દેશમાં લગભગ દરરોજ કોઈને કોઈ આતંકી ઘટના અંજામ લેતી જોવા મળે છે.