આજનું રાશિફળ

મેષ (અ,લ,ઈ) : તમારા યોગ્ય વાણી વર્તનથી લાભ મેળવી શકો,પ્રગતિકારક દિવસ રહે.
વૃષભ (બ,વ,ઉ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
મિથુન (ક,છ,ઘ) : વાદ વિવાદ થી દૂર રહેવું,જામીનગીરી ના કરવા સલાહ છે..
કર્ક (ડ,હ) : સગા સ્નેહી મિત્રો થી સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
સિંહ (મ,ટ) : વેપારીવર્ગ ને સારું રહે,નવી દિશાઓ ખુલતી જણાય,પ્રગતિ થાય.
કન્યા (પ ,ઠ ,ણ ) : ધ્યાન યોગ મૌન થી લાભ થાય,દાન ધર્મ કરી શકો,શુભ દિન.
તુલા (ર,ત) : દૂર દેશ થી સારા સમાચાર મળે, લાગણી ની વાત વ્યક્ત કરી શકો.
વૃશ્ચિક (ન ,ય ) : દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): તબિયતની કાળજી લેવી,ખાવા પીવામાં ધ્યાન રાખવું,મધ્યમ દિવસ.
મકર (ખ ,જ ) : પ્રણયમાર્ગે આગળ વધી શકો,ગમતી વ્યક્તિથી મુલાકાત થાય.
કુંભ (ગ ,સ,શ ) : કોર્ટ કચેરી માં રાહત થાય, અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.
મીન (દ ,ચ ,ઝ ,થ): સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

માગશર સુદ અગિયારસ ને મોક્ષદા એકાદશી પછીના દિવસે એટલે કે આજે 26.12.2020 શનિવારના રોજ અખંડ દ્વાદશી આવી રહી છે જેનું પણ સાધના માર્ગે ખુબ મહત્વ છે. આ દિવસે બને તેટલી પવિત્રતાથી ધર્મ અને સંકલ્પ પર કામ કરવું જોઈએ. અખંડ દ્વાદશીએ ધાર્મિક સંકલ્પ લેવા માટે શ્રેષ્ઠ દિવસ છે આગામી દિવસોમાં તમે જે સાધના કરવા માંગતા હો તેનો સંકલ્પ આજે કરી શકાય છે ખાસ કરીને નિયમિત કોઈ સ્તોત્રનો પાઠ કે મંત્ર વિગેરે કરવાની શરૂઆત આજ થી કરવી જોઈએ. આજના દિવસે સંકલ્પ લઇ કરેલી સાધના સુંદર પરિણામ આપતી જોવા મળે છે, વળી આપણી જીવન પદ્ધતિને લગતા સંકલ્પો પણ આજે લઇ શકાય.આજના દિવસે આપણે જે નક્કી કરીએ છીએ તેને સહસ્ત્રગણું બળ મળે છે અને આપણે નિયમિત અને શ્રદ્ધાપૂર્વક તે વ્રત કરી શકીએ છીએ અહીં માત્ર પૂજા અર્ચનાની વાત નથી પરંતુ જીવનમાં જે ફેરફાર લાવવાના હોય તે પણ અખંડ દ્વાદશીથી શરુ કરી શકાય છે.