આજનું રાશિફળ

મેષ (અ,લ,ઈ) : જમીન મકાન વિગેરે સુખ સારું રહે,દિવસ પ્રગતિકારક રહે.
વૃષભ (બ,વ,ઉ) : સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક મળે.
મિથુન (ક,છ,ઘ) : આર્થિક બાબતોમાં મધ્યમ રહે,અન્ય બાબતો માં સારું રહે.
કર્ક (ડ,હ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
સિંહ (મ,ટ) : દિવસ દરમિયાન માનસિક વ્યગ્રતા રહે,સાંજ ખુશનુમા વીતે.
કન્યા (પ ,ઠ ,ણ) : આવક કરતા જાવક વધી ના જાય તે જોવું,હિસાબ રાખવો.
તુલા (ર,ત) તમે કરેલા કાર્યના સારા પરિણામ આજે મેળવી શકો,શુભ દિન.
વૃશ્ચિક (ન ,ય) : ધ્યાન યોગ મૌન થી લાભ થાય,આધ્યાત્મિક ચિંતન થાય.
ધન (ધ,ભ,ફ,ઢ ): સાંજ પછી નસીબ સાથ આપતું જણાય,મતભેદ દૂર કરી શકો.
મકર (ખ,જ) : આંતરિક સંબંધોમાં સારું રહે,મનની વાત વ્યક્ત કરી શકો.
કુંભ (ગ ,સ,શ) :હિત શત્રુઓ થી સાવધ રહેવું,વધુ પડતા વિશ્વાસે ના ચાલવું.
મીન (દ,ચ,ઝ,થ): પ્રણય માર્ગે આગળ વધી શકો,ગમતી વ્યક્તિ થી વાતચીત થાય.

31.12.2020 એ આ સાલનો અંતિમ દિવસ છે, આવતીકાલ થી આપણે વર્ષ 2021માં પહોંચીશું. અગાઉ લખ્યા મુજબ વર્ષ 2021 અનેક ભેટ સોગાદ અને પડકાર લઈને આવી રહ્યું છે. સૂક્ષ્મ રીતે આપણા જીવનમાં ફેરફાર કરતા ગ્લોબલ વોર્મિંગથી લઈને યુદ્ધની આહટ અને નવી નવી મહામારીનો ભય એ માનવજીવનમાં નવા પડકાર છે તો અગાઉના ઘણા પ્રશ્નોનું નિરાકરણ નજીકમાં છે જે આપણી ઉપલબ્ધી છે. વર્ષોથી મારા લેખમાં લખતો આવ્યો છું તે મુજબ માનવજાત સુખચેન થી જીવવા માંગતી હોય તો તેને પ્રકૃતિ સાથે કેટલાક નિયમ પૂર્વક રહેવું પડશે. ચીનમાં છેલ્લા વર્ષોમાં શોધના નામે પ્રકૃતિ સાથે જે ચેડાં થયા છે તે સમગ્ર માનવજાત માટે ખતરારૂપ છે. અંતરિક્ષની ઘણી શક્તિઓ એવું નથી ઇચ્છતી કે આપણે પ્રકૃતિને હાનિ પહોંચાડીએ અને ખુદ આપણા જ પગ પર કુહાડો મારીએ. નવા વર્ષની સાથે સાથે નવા સંકલ્પો લેવાના હોય છે જે વ્યક્તિગત રીતે આપણે સૌ લેતા હોઈએ છીએ પરંતુ 2021ની શરૂઆતમાં એક સંકલ્પ આપણે સૌ અવશ્ય લઈએ કે આપણે પ્રકૃતિ સાથે તાલમેલ કેળવી આગળ ચાલશું અને તો જ આપણી આગળ પેઢીઓ સલામત રહેશે.