આજનું રાશિફળ

મેષ (અ,લ,ઈ) : પરિવાર સાથે આનંદ માણી શકો,મુસાફરી થાય,શુભ દિન.
વૃષભ (બ,વ,ઉ) : ભાઈ ભાંડુ સુખ સારું રહે,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.
મિથુન (ક,છ,ઘ) : તમારા સૌમ્ય વાણી વર્તનથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો,શુભ દિન.
કર્ક (ડ,હ) : આજના દિવસે તમામ મોરચે તમે સારી રીતે આગળ વધી શકો.
સિંહ (મ,ટ) : વાદ વિવાદ થી દૂર રહેવું,મતભેદ નિવારવા સલાહ છે,મધ્યમ દિવસ.
કન્યા (પ ,ઠ ,ણ) : સગા સ્નેહી મિત્રોથી સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
તુલા (ર,ત) વેપારીવર્ગ ને મધ્યમ રહે ,નોકરિયાત વર્ગની પ્રગતિ થાય.
વૃશ્ચિક (ન ,ય) : ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથમાં આવે.
ધન (ધ,ભ,ફ,ઢ ): દૂર દેશ થી સારા સમાચાર મળે,જુના મિત્રોને મળવાનું થાય.
મકર (ખ,જ) : જાહેરજીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય,શુભ દિન.
કુંભ (ગ ,સ,શ) :તબિયતની કાળજી લેવી,વધુ પડતી દોડધામ નિવારવા સલાહ છે.
મીન (દ,ચ,ઝ,થ): સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો,શુભ દિન.

1.1.2021 સાથે આપણે 2021 માં પ્રવેશીએ છીએ જેમાં ત્રણ વખત 1 અંક આવે છે જે સૂર્યનું પ્રતિનિધિત્વ કરે છે. 2020 માં આવતા અંતિમ શૂન્યને બદલે એક આવવાથી પણ સૂર્યની ઉર્જા અંકમાં વધી છે વળી આ મહિનામાં જ મકરસંક્રાંતિ આવી રહી છે જે સૂર્યની વધુ હકારાત્મક ઉર્જા આપણા સુધી લાવી રહી છે, જેની વચ્ચે રસીકરણ પ્રક્રિયા આગળ વધી રહી છે અનેક મતમતાંતર વચ્ચે પણ આપણને એક રસ્તો દેખાઈ રહ્યો છે જે ભવિષ્યના સોનેરી સ્વપ્નને સાકાર કરે છે તથા હાલની વીટમ્બણાભરી સ્થિતિમાં આશાનું કિરણ દેખાઈ રહ્યું છે. અગાઉ પણ માનવજાત આવા અનેક પડકારોને જીલીને આગળ વધી છે અને હજુ પણ કોઈ પણ પડકારો આવે તો માનવજાતતે અતિક્રમી આગળ વધવાની છે. ગોચર ગ્રહોની વાત કરીએ તો હજુ માર્ચ સુધી પરિણામો મિશ્ર રહેશે પરંતુ ધીમે ધીમે પરિસ્થિતિમાં થોડો સુધારો જોવા મળશે જો કે ફેબ્રુઆરીના છ ગ્રહોની યુતિ જોખમી ગણી શકાય.