આજનું રાશિફળ

મેષ (અ,લ,ઈ) : સંતાન અંગે સારું રહે,પરિવાર માં આનંદ રહે ,શુભ દિન.
વૃષભ (બ,વ,ઉ) : તમામ સુખ સગવડ પ્રાપ્ત થાય ,દિવસ પ્રગતિકારક રહે.
મિથુન (ક,છ,ઘ) : નવા કાર્યનું આયોજન કરી શકો,શુભ દિન,લાભ થાય.
કર્ક (ડ,હ) : આર્થિક આયોજન કરી શકો,મનોમંથન કરી શકો.
સિંહ (મ,ટ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, લોકો દ્વારા તમારી પ્રસંશા થાય.
કન્યા (પ ,ઠ ,ણ) : ખર્ચ પર અંકુશ રાખવો,બિનજરૂરી વ્યય નિવારવા સલાહ છે.
તુલા (ર,ત) : તમારી દિનચર્યા સુધારી શકો, દિવસ દરમિયાન પ્રગતિ થાય.
વૃશ્ચિક (ન ,ય) : કામકાજ માટે નવા સંશાધનો કામે લગાવી શકો, શુભ દીવસ.
ધન (ધ,ભ,ફ,ઢ ): ધ્યાન યોગ મૌન થી લાભ થાય, પરિવાર સાથે આનંદ માણી શકો .
મકર (ખ,જ) : વીલ વરસના પ્રશ્નો ઉકેલી શકો,વિવાદ નિવારી શકો,મધ્યમ દિવસ .
કુંભ (ગ ,સ,શ) :આંતરિક જીવનમાં સારું રહે,સબંધો માં સુલેહ થી ચાલી શકો.
મીન (દ,ચ,ઝ,થ): હિતશત્રુથી કાળજી લેવી, વિશ્વાસે ના ચાલવું ,મધ્યમ દિવસ.

આજરોજ 2.1.2021 શનિવારને સંકષ્ટ ચતુર્થી છે. આવતીકાલે રવિવારે મોડી રાત્રે શુક્ર મહારાજ ગુરુના ઘરની ધન રાશિમાં પ્રવેશ કરશે જયારે પરમ દિવસે બુધ મહારાજ મકર રાશિમાં પ્રવેશ કરશે જ્યાં ગુરુ શનિ પ્લુટો સાથે યુતિ માં આવશે. ગોચર ગ્રહોના પ્રકાશમાં આગામી દિવસો જોઈએ તો ઘણા શુભ સમાચાર પ્રાપ્ત થશે વળી ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિસદમાં અસ્થાયી સભ્ય તરીકે આવ્યું છે જે આતંકવાદ મુદ્દે વિશ્વને એકજુથ કરવામાં બહુ મોટું કાર્ય કરી શકશે અને આગામી દિવસોમાં વિશ્વસ્તરે તેની અસર પણ જોવા મળશે. હાલમાં બુધ અને શુક્રની સ્થિતિ જોતા મંદીનો માહોલ ઉચકાતા હજુ સમય લાગશે અને ક્યારેક આગામી દિવસોમાં કુદરતી આપદાઓનો સામનો કરવો પડે તેવા સંકેતો ગ્રહો આપી રહ્યા છે પરંતુ ભારતની કુંડળી મુજબ સાતમા સ્થાનમાં થી કેતુ અને શુક્રનું છુટ્ટા પડવું એકંદરે સારા સંકેત આપે છે. સૂર્ય ના 14 જાન્યુઆરીએ મકર પ્રવેશથી સ્થિતિમાં વધુ સુધારો આવતો જોવા મળશે.