આજનું રાશિફળ

મેષ (અ,લ,ઈ) : કુટનિતિજ્ઞ રસ્તાઓ અપનાવવા પડે,બુદ્ધિપૂર્વક નિર્ણય લેવા.
વૃષભ (બ,વ,ઉ) : પ્રણયમાર્ગે આગળ વધી શકો,મનની વાત વ્યક્ત કરી શકો.
મિથુન (ક,છ,ઘ) : જમીન મકાન વાહન સુખ સારું રહે,દિવસ પ્રગતિકારક રહે.
કર્ક (ડ,હ) : નવા કાર્યમાં આગળ વધી શકો,રચનાત્મક કામગીરી કરી શકો.
સિંહ (મ,ટ) : આર્થિક બાબતો માં મધ્યમ રહે,આવકના નવા સ્ત્રોત્ર વિચારી શકો.
કન્યા (પ ,ઠ ,ણ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
તુલા (ર,ત) : દૂર દેશ થી સારા સમાચાર મળે,નવા સંપર્કો સાથે વાત થાય.
વૃશ્ચિક (ન ,ય) : નવા વિચાર થી મન સારું રહે ,પરિવાર સાથે આનંદ માણી શકો.
ધન (ધ,ભ,ફ,ઢ ): નોકરિયાતવર્ગે ઉપરી અધિકારીઓ સાથે મતભેદ નિવારવા સલાહ છે.
મકર (ખ,જ) : ધ્યાન-યોગ-મૌન થી લાભ થાય,આધ્યાત્મિક ચિંતન થાય,શુભ દિન.
કુંભ (ગ ,સ,શ) : મિશ્ર અનુભવ આપતો દિવસ,નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.
મીન (દ,ચ,ઝ,થ): વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે,સુંદર દિવસ.

અગાઉ લખ્યા મુજબ 2020 રાહુના વર્ષ પછી 2021 બુધનું વર્ષ આવતા આભાસી મુદ્રાના વ્યવહાર પછી હવે વૈશ્વિક સ્તરે કાયદેસરની ગ્લોબલ કરન્સી લાવવાના પ્રયત્ન શરુ થશે. રાહુ એ એક આભાસ છે તેથી વર્ષ 2020માં આભાસી મુદ્રાની બોલબાલા રહી પરંતુ બુધ કાયદેસર વાણિજ્ય માટે સમગ્ર વિશ્વને એક તાંતણે બાંધતી મુદ્રા લાવવાની દિશા માં પ્રગતિ કરશે વળી વૈશ્વિક સ્તરે વાણિજ્ય માટે ખુબ સારા રસ્તા ખુલે તેવા પ્રયત્નો હાથ ધરાશે. અગાઉ મારા લેખમાં લખ્યા મુજબ અલીબાબાના સંસ્થાપક ચીનના જેક મા જે એક સફળ બિઝનેસમેન છે અને સ્વયં એક પ્રતિભા છે તે ગોચર ગ્રહોમાં પનોતી અને આઠમે રાહુની અસર નીચે સરકારની નજરમાં આવી ગયા છે અને ચીનની સરકાર સાથે તેમનો ખટરાગ હાલમાં તેમને પરેશાન કરી રહ્યો છે, વળી 10.9.1964ના જન્મેલા આ એક પ્રેરણારૂપ અબજોપતિની કુંડળીમાં અનેક રાજયોગ જોવા મળે છે પરંતુ હાલમાં ગોચર ગ્રહોને કારણે અને તેમની કુંડળીમાં શનિની દ્રષ્ટિ સૂર્ય પર છે સૂર્ય એ સત્તાના કારક છે તેથી તેમને ત્યાંની સત્તાથી તકલીફ થતી જોવા મળે વળી ગોચરમાં રાહુ અને શનિની સ્થિતિ તેમના માટે યોગ્ય નથી તેથી હાલનો સમય તેમના માટે સંકટનો સમય ગણી શકાય.