આજનું રાશિફળ

મેષ (અ,લ,ઈ) : અંગત જીવનમાં સારું રહે,યશ-પ્રતિષ્ઠા મેળવી શકો.
વૃષભ (બ,વ,ઉ) : શત્રુઓ થી સાવધ રહેવું,વધુ વિશ્વાસે ના ચાલવું.
મિથુન (ક,છ,ઘ) : સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
કર્ક (ડ,હ) :જમીન-મકાન સુખ સારું રહે,આરામદાયક દિવસ.
સિંહ (મ,ટ) : સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક મળે.
કન્યા (પ ,ઠ ,ણ ) : બેન્ક બેલેન્સ મધ્યમ રહે ,પૈસા બાબત માં આયોજન કરવું પડે.
તુલા (ર,ત) : કાર્યસિદ્ધિ આપતો દિવસ,સફળતા મેળવી શકો.
વૃશ્ચિક (ન ,ય ) : તમારા પૈસા અટવાતા-ફસાતા જણાય , સિફત થી કામ લેવું.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): સગા સ્નેહી મિત્રો થી સારું રહે,પ્રગતિકારક દિવસ.
મકર (ખ ,જ ) : સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.
કુંભ (ગ ,સ,શ ) : પોઝિટિવ વિચારો થી સારું રહે, લાભદાયક દિવસ.
મીન (દ ,ચ ,ઝ ,થ): નસીબ સાથ આપતું જણાય,ધાર્યા કામ પાર પાડી શકો.

તા.8 જાન્યુઆરીના રોજ શનિ મહારાજ અસ્ત થવાના છે ત્યારે જ પેટ્રોલ અને ડીઝલના ભાવ ઓલ ટાઈમ હાઈ બનાવી રહ્યા છે કેમ કે પેટ્રોલિયમ પેદાશોને શનિ અને રાહુ સાથે સીધો સબંધ ગણી શકાય વળી હાલના ગોચર ભ્રમણ મુજબ જોઈએ તો સંક્રાન્તથી લઈને માર્ચ મહિના સુધીનો સમય સીમા પર ભારેલા અગ્નિ જેવો ગણી શકાય. ભારતની કુંડળીમાં ભાગ્યસ્થાનમાં થતી સૂર્ય શનિ બુધ ગુરુ અને પ્લુટોની યુતિ ભારતને કેટલાક આકરા પગલાં ભરવા મજબુર કરશે અને ખાસ કરીને ચીન તથા પાક સાથે આ સમયમાં વધુ તણાવ બનતો જોવા મળશે અને ભારત તેને પાઠ ભણાવતું જોવા મળે કેમકે સેનાપતિ મંગળ મહારાજ સ્વગૃહી ચાલી રહ્યા છે જે યુદ્ધ જેવો માહોલ ઉભો કરતા જોવા મળે વળી આ સમયમાં સર્જીકલ સ્ટ્રાઇક પણ શક્ય બને છે તથા પાડોશી દેશો જે ભાષા સમજે છે તે ભાષામાં ભારત તેને જવાબ આપતું જોવા મળે. અગાઉ લખ્યા મુજબ અમેરિકામાં ઘણી વિપરીત સ્થિતિ વચ્ચે સત્તાનું હસ્તાંતરણ થઇ રહ્યું છે.