આજનું રાશિફળ

મેષ (અ,લ,ઈ) : દૂર દેશ થી સારા સમાચાર મળે,એકંદરે દિવસ માધ્યમ રહે.
વૃષભ (બ,વ,ઉ) : જાત સાથે મનોમંથન કરી શકો ,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય,શુભ દિન.
મિથુન (ક,છ,ઘ) : તબિયતની કાળજી લેવી,ખાવા-પીવા માં ખ્યાલ રાખવો પડે.
કર્ક (ડ,હ) :પ્રણયમાર્ગે આગળ વધી શકો,પ્રિયપાત્ર થી વાત થાય.
સિંહ (મ,ટ) : જમીન મકાન મિત્ર સુખ સારું રહે,દિવસ લાભદાયક રહે.
કન્યા (પ ,ઠ,ણ) : ભાઈ ભાંડુ સુખ સારું રહે,પરિવાર સાથે આનંદ કરી શકો.
તુલા (ર,ત) : તમારા સૌમ્ય વાણી વર્તન થી કાર્ય સિદ્ધ થાય,આગળ વધી શકો .
વૃશ્ચિક (ન,ય) : કામકાજમાં મધ્યમ રહે, દિવસ એકંદરે શુભ રહે.
ધન (ધ,ભ,ફ,ઢ): કામકાજ માં નુકસાની ના જાય એ જોવું,ભાગીદારીમાં સાંભળવું.
મકર (ખ,જ) : સગા સ્નેહી મિત્રો થી સારું રહે,લેખન વાંચન મંથન થી આનંદ મળે.
કુંભ (ગ ,સ,શ) :વેપારીવર્ગ ને મધ્યમ રહે,સ્ત્રી વર્ગ માટે પણ દિવસ ઉત્સાહજનક રહે.
મીન (દ,ચ,ઝ,થ): ધ્યાન યોગ મૌન થી લાભ થાય,ધાર્મિક કાર્ય માં સહભાગી થઇ શકો.

આજરોજ શનિવારને સફલા એકાદશી છે.માગશર માસ ની કૃષ્ણ પક્ષ ની એકાદશી નું નામ સફલા છે .આ એકાદશી ના દેવતા નારાયણ છે .આ એકાદશી નું વ્રત નિયમ અને વિધિ પૂર્વક કરવુ જોઈએ અને નારાયણ ભગવાનને તુ અનુકુળ ફળ અર્પણ કરવા જોઈએ . મનુષ્ય ને પાંચ સહસ્ત્ર વર્ષ સુધી તપસ્યા કરીને જે પુણ્ય ફળ મળે છે તે પુણ્ય ભક્તિ પૂર્વક રાત્રી જાગરણ સહીત સફલા એકાદશી નું વ્રત કરવાથી મળે છે. નામ પરથી જ ચરિતાર્થ થાય છે કે આ એકાદશી સુંદર ફળ આપનારી એકાદશી છે. આમ પણ એકાદશીનું મહત્વ અદકેરું છે તેમાં પણ સફલા એકાદશી એ ધાર્યા પરિણામ આપનારી છે આ દિવસે નારાયણ કવચનો પાઠ અને “ૐ નમો નારાયણાય” મંત્ર કરવાથી સુંદર લાભ પ્રાપ્ત થાય છે. કળિયુગમાં ધંધા રોજગારને લગતી તકલીફ કે દેહપીડા કે લગ્ન વિષયક કે સંતાન વિષયક કઈ પણ પ્રશ્નો હોય તો તે એકાદશીનું વ્રત કરવાથી તેમાં થી મુક્તિ મળે છે.