આજનું રાશિફળ

મેષ (અ,લ,ઈ) : સ્ત્રીવર્ગએ સમજીને ચાલવું પડે,નિર્ણયમાં ઉતાવળ ના કરવી.
વૃષભ (બ,વ,ઉ) : આકસ્મિત લાભ થાય,જુના મિત્રોને મળવાનું બને,શુભ દિન.
મિથુન (ક,છ,ઘ) : વેપારીવર્ગને ખરીદ વેચાણમાં લાભ આપતો દિવસ,આગળ વધી શકો.
કર્ક (ડ,હ) : આધ્યત્મિક ચિંતન થાય,મનોમંથન કરી શકો,શુભ દિન.
સિંહ (મ,ટ) : માનસિક વ્યગ્રતા જણાય,મનનું ધાર્યું ના થાય,મધ્યમ દિવસ.
કન્યા (પ,ઠ,ણ) : મિત્રો સાથે બગડેલા સંબંધ સુધારી શકો, દિવસ આનંદદાયક રહે.
તુલા (ર,ત) : નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો,દિવસ એકંદરે સારો.
વૃશ્ચિક (ન,ય) : વિદેશ જવા ઇચ્છતા મિત્રો માટે સમય સારો રહે,કામગીરી આગળ વધે.
ધન (ધ,ભ,ફ,ઢ): પ્રોપર્ટી અંગે યોગ્ય નિર્ણય લઇ શકો,કામકાજ માં પ્રગતિ થાય.
મકર (ખ,જ) : તમારી અંદરની પ્રતિભા બહાર લાવી શકો,કાર્યમાં સફળતા મળે.
કુંભ (ગ,સ,શ ) : પરિવાર માં સુખ શાંતિ રહે,ઊંઘ આવવામાં પ્રશ્નો થતા લાગે.
મીન (દ,ચ,ઝ,થ): ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હો તેવી ઘટના બને.

હાલમાં કેતુ-રાહુ ની એક તરફ બધા ગ્રહો ચાલી રહ્યા છે અને મકર રાશિમાં ગ્રહોનો જમાવડો છે જે વિષે અગાઉ લખેલું કે માનવસર્જિત અને કુદરતી આપદાઓ થી સાવધાન રહેવું પડે. સુરતમાં ડમ્પરથી થયેલા મૃત્યુ અનેક રીતે ચિંતાનો વિષય છે. આપણે ત્યાં અકસ્માતના આંકડાઓ જોઈએ તો આખો પર વિશ્વાસ ના આવે. આટઆટલા કાયદાઓ છતાં વાહન ચલાવતી વખતે અન્યની સલામતી દેખાતી નથી અને દુર્ઘટનાઓ બને છે. આપણે જયારે જેટ યુગમાં પ્રવેશી ગયા છીએ આપણા હાથમાં પાવર સ્ટીઅરિંગ આવી ગયા છે ત્યારે તેની વિનાશકતા પણ સમજવી રહી. શનિના ઘરમાં બિરાજતા સૂર્ય-બુધ-ગુરુ-શનિ-પ્લુટો આપણને શિક્ષા કરીને જ્ઞાન આપવા માંગે છે અને હા, નીચસ્થ અસ્તના ગુરુ આધ્યાત્મિક અને ધાર્મિક લોકોની પરેશાની વધારતા જોવા મળશે વળી સત્તા પર બિરાજમાન લોકો પણ મુશ્કેલીમાં મુકાતા જોવા મળશે. ગુરુ મહારાજ અતિચારી બની મકરમાં થી પસાર થઇ રહ્યા છે જે એપ્રિલમાં રાશિ પરિવર્તન કરશે.