આજનું રાશિફળ

મેષ (અ,લ,ઈ) : અંગત સંબંધોમાં સારું રહે,મનની વાત સારી રીતે વ્યક્ત કરી શકો.
વૃષભ (બ,વ,ઉ) : મનોમંથન કરી શકો,મુશ્કેલીમાં થી માર્ગ મળે,મધ્યમ દિવસ.
મિથુન (ક,છ,ઘ) : અટકેલા કાર્ય માટે બુદ્ધિપૂર્વક કુનેહ થી રસ્તા કાઢવા પડે.
કર્ક (ડ,હ) : ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો દિવસ,પ્રગતિ થાય.
સિંહ (મ,ટ) : તમારા કાર્યમાં અંતરાયો દૂર કરી આગળ વધી શકો,શુભ દિન.
કન્યા (પ,ઠ,ણ) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે,દિવસ એકંદરે સારો રહે.
તુલા (ર,ત) : દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
વૃશ્ચિક (ન,ય) : મનમાં દ્વિધા રહ્યા કરે,ચોક્કસ નિર્ણય પર ના આવી શકો.
ધન (ધ,ભ,ફ,ઢ): વિવાનહયોગ્ય મિત્રો માટે શુભ સમય,સારી વાત આવી શકે છે.
મકર (ખ,જ) : નવી વસ્તુની ખરીદી થાય,દિવસ આનંદ પ્રમોદ માં વીતે.
કુંભ (ગ,સ,શ ) : સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.
મીન (દ,ચ,ઝ,થ): સામાજિક કૌટુંબિક કાર્ય થાય,પરિવાર સાથે આનંદ માણી શકો.

આજરોજ 21.1.2021 ગુરુવારને દુર્ગાષ્ટમી છે.ત્યારબાદ શનિવારે સૂર્ય શ્રવણ નક્ષત્રમાં પ્રવેશ કરશે જયારે રવિવારે પુત્રદા એકાદશી આવી રહી છે. પુત્રદા એકાદશી પર વ્રત રાખવાથી સુખ શાંતિ ઐશ્વર્ય મળે છે. વળી, આ વ્રતને કારણે વ્યક્તિને સંતાનપ્રાપ્તિ થાય છે. નિ:સંતાન દંપતી આ વ્રત મન,વચન કર્મથી કરે તો તેમને સંતાન સુખ મળે છે.પુત્રદા એકાદશીના વ્રતની વિધિ એકાદશીના દિવસે સવારે ઉઠીને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવું. ત્યારબાદ સ્નાન કરી શ્રી હરિ વિષ્ણુની મૂર્તિ અથવા ફોટા સામે દીવો પ્રગટાવીને વ્રતનો સંકલ્પ કરી લો. ભગવાન વિષ્ણુની પ્રતિમા અથવા ફોટામે સ્નાન કરાવી વસ્ત્રો પહેરાવો. ભગવાન વિષ્ણુને નૈવેદ્ય અને ફળ ધરાવો. પૂજામાં તુલસી, મોસમી ફળ અને તલનો ઉપયોગ કરી શકાય. ત્યાર બાદ શ્રી હરિ વિષ્ણુને ધુપ-દિપ કરી વિધિવત પૂજા-અર્ચના કરી અને આરતી ઉતારવી. આખો દિવસ ખોરાક લીધા વિના રહી સાંજે કથા સાંભળ્યા પછી ફળાહાર કરવો.આ રીતે સંકલ્પ સાથે પુત્રદા એકાદશી કરવાથી સંતાનસુખ મળે છે અને બાળકોની રક્ષા પણ થાય છે.