આજનું રાશિફળ

મેષ (અ,લ,ઈ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,આગળ વધવાની તક મળે.
વૃષભ (બ,વ,ઉ) : આવક જાવક નો હિસાબ રાખવો પડે,ખર્ચ પર અંકુશ રાખવો.
મિથુન (ક,છ,ઘ) : સગા સ્નેહી મિત્રોથી સારું રહે,પ્રગતિકારક દીવસ રહે.
કર્ક (ડ,હ) : નોકરિયાતવર્ગ ને સારું રહે,સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક.
સિંહ (મ,ટ) : ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથ માં આવે.
કન્યા (પ,ઠ,ણ) : માનસિક વ્યગ્રતા જણાય,મન નું ધાર્યું ના થાય.
તુલા (ર,ત) : જાહેરજીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.
વૃશ્ચિક (ન,ય) : તબિયતની કાળજી લેવી,જીવનમાં નિયમિતતાની જરૂર છે.
ધન (ધ,ભ,ફ,ઢ): પ્રણયમાર્ગે આગળ વધી શકો,પ્રિયપાત્ર થી મુલાકાત થાય.
મકર (ખ,જ) : તમામ ભૌતિક સુખ સગવડ પ્રાપ્ત થાય,દિવસ આનંદ માં વીતે.
કુંભ (ગ,સ,શ ) : નવા કાર્યમાં આગળ વધી શકો,મિત્રોની મદદ મળી રહે.
મીન (દ,ચ,ઝ,થ): તમે કરેલા કાર્યના સારા પરિણામ મેળવી શકો,દિવસ શુભ રહે.

અનેક વિટંબણાઓ પછી મહાસત્તા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ તરીકે જો બીડને કાર્યભાર સાંભળ્યો છે. મુરબ્બી જ્યોતિષમિત્ર કે.વી.મહેતા સાહેબ સાથે શપથગ્રહણ સમારોહની કુંડળી અને પ્રશ્ન કુંડળીની ચર્ચા થઇ તે મુજબ બિડનની કાર્ય કરવાની પદ્ધતિ એકદમ અલગ જ રહેશે. ટ્રમ્પ જે કરતા તેના વિષે પહેલે થી વધુ બોલતા હતા જયારે બિડન કોઈ કોલાહલ વિના ઠંડા કલેજે નિર્ણય કરતા જોવા મળશે. ભારત માટે એકંદરે બિડન સારા રહેશે પરંતુ આ સબંધો મિત્રતા કરતા રાજદ્વારી વધુ જોવા મળશે. ગોચર ગ્રહો મુજબ પ્રશ્ન કુંડળી અને શપથ કુંડળી જોઈએ તો તેમની સામે અનેક પડકારો આવશે અને શરૂઆતના બે વર્ષ જયારે શનિ મકરમાં છે ત્યારે તેમને ઈચ્છીત પરિણામ મેળવવામાં તકલીફ પડતી જોવા મળશે. અમેરિકાએ ઘણા કડક નિર્ણયો આગામી સમયમાં લેવાના આવશે જેમાં તેઓ કુટનીતિથી કામ લેતા જોવા મળશે અને ભારત માટે સારી બાબત એ છે કે અમેરિકા સાથે સંબંધ ઘણા સારા રહેશે પરંતુ મૂળભૂત રીતે અમેરિકા પોતાના તમામ હિત ચકાસીને જ લાભ આપતું જોવા મળશે.