આજનું રાશિફળ

મેષ (અ,લ,ઈ) : પરિવાર સાથે આનંદ માણી શકો,મુસાફરી થાય,શુભ દિન.
વૃષભ (બ,વ,ઉ) : ભાઈ ભાંડુ સુખ સારું રહે,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.
મિથુન (ક,છ,ઘ) : તમારા સૌમ્ય વાણી વર્તનથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો,શુભ દિન.
કર્ક (ડ,હ) : આજના દિવસે તમામ મોરચે તમે સારી રીતે આગળ વધી શકો.
સિંહ (મ,ટ) : વાદ વિવાદ થી દૂર રહેવું,મતભેદ નિવારવા સલાહ છે,મધ્યમ દિવસ.
કન્યા (પ ,ઠ ,ણ) : સગા સ્નેહી મિત્રોથી સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
તુલા (ર,ત) વેપારીવર્ગ ને મધ્યમ રહે ,નોકરિયાત વર્ગની પ્રગતિ થાય.
વૃશ્ચિક (ન ,ય) : ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથમાં આવે.
ધન (ધ,ભ,ફ,ઢ ): દૂર દેશ થી સારા સમાચાર મળે,જુના મિત્રોને મળવાનું થાય.
મકર (ખ,જ) : જાહેરજીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય,શુભ દિન.
કુંભ (ગ ,સ,શ) :તબિયતની કાળજી લેવી,વધુ પડતી દોડધામ નિવારવા સલાહ છે.
મીન (દ,ચ,ઝ,થ): સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો,શુભ દિન.

અગાઉ તા.19 જાન્યુઆરીના અવધના અંકમાં લખ્યા મુજબ બુધના કુંભ પ્રવેશ સાથે જ શેરબજાર પર માઠી અસર જોવા મળી છે આ અગાઉ પણ અત્રે જણાવ્યા મુજબ શેરબજારમાં પરિવર્તન આવતા રહ્યા છે વળી આંદોલન જાન્યુઆરીમાં વધુ ઉગ્ર થશે તે પણ અમે જણાવેલું હતું. આજ રોજ ગુરૃવારને પુષ્ય નક્ષત્ર છે જેથી ગુરુપુષ્યામૃત યોગ બને છે વળી આજે પૂનમ પણ છે જે વિશેષ સંયોગ આ ગુરુપુષ્યામૃત યોગને વધુ શુભ બનાવે છે. આ વિશેષ સંયોગમાં સોનુ,ચાંદી અને પીળી વસ્તુ અને મહત્વની વસ્તુની ખરીદી કરી શકાય વળી આજે વ્રતની પૂનમ અને ગુરુપુષ્યામૃત યોગ હોવા થી ગુરુ અથવા ગુરુ તુલ્ય વ્યક્તિને તમારા વ્યવસાયને લગતી વસ્તુ કે તમારા ક્ષેત્રની શુભ વસ્તુ અર્પણ કરવાથી તમારી કારકિર્દીમાં પ્રગતિ થાય છે .વિદ્યાર્થીવર્ગ સફળતા માટે પીળી વસ્તુ કે પુસ્તકો ખરીદી શકે અને દાન પણ કરી શકે જયારે સ્ત્રીવર્ગ આભૂષણની ખરીદી કરી શકે અને શુભ વસ્તુ દાન પણ કરી શકે આજ રીતે નોકરીમાં પ્રગતિ માટે શુભ વસ્તુની ખરીદી અને દાનનું મહત્વ છે આ ઉપરાંત ગુરુપુષ્યામૃત યોગ અને પૂનમ સાથે હોવાથી આજના દિવસે ચંદ્ર અને ગુરુના પ્રયોગ કરવાથી તથા આજરોજ જો ગુરુપુષ્યામૃત યોગ માં ચંદ્રનું મોતી કે ગુરુનું પોખરાજ ખરીદી ઘરમાં રાખવામાં આવે તો તે પણ લાભકર્તા બને છે.