આજનું રાશિફળ

મેષ (અ,લ,ઈ) : જમીન મકાન વિગેરે સુખ સારું રહે,દિવસ પ્રગતિકારક રહે.
વૃષભ (બ,વ,ઉ) : સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક મળે.
મિથુન (ક,છ,ઘ) : આર્થિક બાબતોમાં મધ્યમ રહે,અન્ય બાબતો માં સારું રહે.
કર્ક (ડ,હ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
સિંહ (મ,ટ) : દિવસ દરમિયાન માનસિક વ્યગ્રતા રહે,સાંજ ખુશનુમા વીતે.
કન્યા (પ ,ઠ ,ણ) : આવક કરતા જાવક વધી ના જાય તે જોવું,હિસાબ રાખવો.
તુલા (ર,ત) તમે કરેલા કાર્યના સારા પરિણામ આજે મેળવી શકો,શુભ દિન.
વૃશ્ચિક (ન ,ય) : ધ્યાન યોગ મૌન થી લાભ થાય,આધ્યાત્મિક ચિંતન થાય.
ધન (ધ,ભ,ફ,ઢ ): સાંજ પછી નસીબ સાથ આપતું જણાય,મતભેદ દૂર કરી શકો.
મકર (ખ,જ) : આંતરિક સંબંધોમાં સારું રહે,મનની વાત વ્યક્ત કરી શકો.
કુંભ (ગ ,સ,શ) :હિત શત્રુઓ થી સાવધ રહેવું,વધુ પડતા વિશ્વાસે ના ચાલવું.
મીન (દ,ચ,ઝ,થ): પ્રણય માર્ગે આગળ વધી શકો,ગમતી વ્યક્તિ થી વાતચીત થાય.

અગાઉ અત્રે લખી ગયા મુજબ આ સમયમાં આપણને બીજી દુનિયા વિષે માહિતી મળવાની શરુ થશે એ મુજબ પાકિસ્તાનમાં ઊડતી રકાબી જેવો પદાર્થ જોવા મળ્યો છે. એલિયન્સ ધીમે ધીમે એશિયાના પ્રદેશોમાં તેમની હાજરી નોંધાવશે અને વિજ્ઞાનની દ્રષ્ટિએ પણ આ સમયમાં આપણે અન્ય ગ્રહવાસીઓનાં રેડીઓ સિગ્નલ જીલી શકીશું. ગોચર ગ્રહોની વાત કરીએ તો ગ્રહોની મહાપરિષદ મકર રાશિમાં યોજાઈ રહી છે ખાસ કરીને 12 ફેબ્રુઆરીના ચંદ્ર-સૂર્ય-બુધ-ગુરુ-શુક્ર-શનિ અને પ્લુટો એમ સાત ગ્રહોની યુતિ મકર રાશિમાં બની રહી છે જે 1962 જેવા ગ્રહમાં બનાવી રહી છે જો કે રાહતની વાત એ છે કે તેમાં સેનાપતિ મંગળ શામેલ નથી અને રાહુ કેતુની સીધી દખલ નથી. આ યુતિ યુગ પરિવર્તક સાબિત થશે તથા સમાજજીવનના મૂલ્યો બદલનાર બનશે. આપણી લગ્ન વ્યવસ્થા સામે ઉભા થઇ રહેલા પડકારો થી આપણે સૌ વાકેફ છીએ જ. આગામી સમયમાં લગ્ન વ્યવસ્થા અને સમાજ વ્યવસ્થામાં પણ ધરમૂળ થી ફેરફાર આવતા જોવા મળશે વળી વિશ્વ હાલમાં એક ભારેલા અગ્નિ પર બેઠો છે તેની અનુભૂતિ પણ થશે.