આજનું રાશિફળ

મેષ (અ,લ,ઈ) : ખુબ વિચારી ને શાંતિથી નિર્ણય કરવા સલાહ છે,ઉતાવળ ના કરવી.
વૃષભ (બ,વ,ઉ) : સંતાન અંગે સારું રહે,આગળ વધવાની તક મળે.
મિથુન (ક,છ,ઘ) : તમામ ભૌતિક સુખ સગવડ પ્રાપ્ત થાય,પ્રગિતકારક દિવસ.
કર્ક (ડ,હ) :સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.
સિંહ (મ,ટ) : આર્થિક બાબત માં મધ્યમ રહે,બેન્ક બેલેન્સ બાબત જોવું પડે.
કન્યા (પ ,ઠ ,ણ ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ-પ્રતિષ્ઠા મળે.
તુલા (ર,ત) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે, લાભદાયક દિવસ.
વૃશ્ચિક (ન ,ય ) : સગા-સ્નેહી-મિત્રો થી સારું રહે,દિવસ પ્રગતિકારક રહે.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): ધંધો-રોજગાર શોધતા મિત્રો એ રાહ જોવી પડે,મધ્યમ દિવસ.
મકર (ખ ,જ ) : ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથ માં આવે.
કુંભ (ગ ,સ,શ ) :માનસિક વ્યગ્રતા રહે, ગમતી પ્રવૃત્તિ કરવા સલાહ છે.
મીન (દ ,ચ ,ઝ ,થ) :જાહેરજીવન માં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

અગાઉ લખ્યા મુજબ ગોચર ગ્રહોની શુભ અસરના ભાગ રૂપે વિશ્વમાં સારી સારી જગ્યાએ ભારતીયોની બોલબાલા વધી રહી છે. અમેરિકાની સક્રિય રાજનીતિથી લઈને વિશ્વના અનેક દેશોમાં ભારતીય લોકો તેમની પ્રતિભાથી આગળ આવી રહ્યા છે વળી આ દોડમાં મહિલાઓ વિશેષ યોગદાન આપી રહી છે તેવા સમયે ભારતીય મૂળના ભવ્યા લાલને નાસાની કમાન સોંપવામાં આવી છે જે આપણા સર્વે માટે ગૌરવની બાબત છે. આપણો સમૃદ્ધ વારસો પેઢી દર પેઢી આપણામાં એવી પ્રતિભા આપે છે કે આપણે ધારીએ તો એ પ્રતિભાથી વિશ્વને અચંબિત કરી શકીએ છીએ. એક અંધકાર યુગના કારણે આપણી પ્રતિભાઓ ઢંકાઈ ગઈ હતી પરંતુ હવે સમય આવી ગયો છે જયારે વિશ્વ ભારતની પ્રતિભાઓને દરેક ક્ષેત્રમાં ઓળખે અને તેનો સકારાત્મક ઉપયોગ કરે. આગામી સમય ભારતીય દર્શનનો છે અને ભારતની ફિલસુફી જગત સ્વીકારશે તેમાં શંકાને સ્થાન નથી.