આજનું રાશિફળ

મેષ (અ,લ,ઈ) : આવકમાં મધ્યમ રહે ,આકસ્મિત લાભ થાય,પ્રગતિકારક દિવસ.
વૃષભ (બ,વ,ઉ) :સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક,આગળ વધવાની તક મળે,શુભ દિન.
મિથુન (ક,છ,ઘ) : નસીબ સાથ આપતું જણાય,ધાર્યા કામ પાર પાડી શકો.
કર્ક (ડ,હ) : માનસિક વ્યગ્રતા રહે,મનનું ધાર્યું ના થાય,મધ્યમ દિવસ.
સિંહ (મ,ટ) : અંગત જીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.
કન્યા (પ,ઠ,ણ) : જુના હઠીલા રોગ થી સાવધાન રહેવું,વધુ પડતી ચિંતાઓ ટાળવી.
તુલા (ર,ત) : સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
વૃશ્ચિક (ન,ય) : નવા આયોજનો વિચારી શકો ,દિવસ આનંદ માં પસાર થાય.
ધન (ધ,ભ,ફ,ઢ): ભાઈ ભાંડુ સુખ સારું રહે,મિત્રોની મદદ મળી રહે.
મકર (ખ,જ) : આર્થિક બાબતો માં મધ્યમ રહે,વાણી વર્તન માં કાળજી લેવી.
કુંભ (ગ,સ,શ ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,યશ પ્રતિષ્ઠા મેળવી શકો .
મીન (દ,ચ,ઝ,થ): ખર્ચ પર અંકુશ રાખવો,નાણાકીય આયોજન કરવું જરૂરી બને.

શુક્ર મહારાજ કર્કમાં પ્રવેશી ચુક્યા છે અને રાહુ મહારાજ વૃષભમાં જવાની તૈયારી કરી રહ્યા છે. ભારતની કુંડળી મુજબ લગ્નમાં જન્મના રાહુ પર થી દોઢ વર્ષ માટે ગોચરના રાહુનું ભ્રમણ થવા જઈ રહ્યું છે જે ભારત દેશ માટે અનેક પરિવર્તન આપનારું રહેશે.ખાસ કરીને આ પરિવર્તન એક સાથે છુટ્ટા પડેલા ભારત અને પાકિસ્તાન બેઉ પર જોવા મળશે જેમાં સીમા વિવાદો થી લઈને અનેક બાબતો નિર્ણાયક તબક્કા માં આવતી જોવા મળશે વળી અગાઉ લખ્યા મુજબ ચીન પર આગામી દિવસોમાં પણ કોઈ ભરોસો કરી શકાય તેમ નથી વળી ગોચર ગ્રહો સતત તેની સાથે સંઘર્ષ સૂચવી રહ્યા છે.આગામી દોઢ વર્ષમાં ભારતમાં રાજકારણ પણ ગરમ રહેશે વળી કોંગ્રેસ પક્ષ આગામી દિવસોમાં વધુ મુશ્કેલી અનુભવતો જોવા મળે અને નવેમ્બર-2021 સુધી તેમની મુશ્કેલીમાં વધારો થતો જોવા મળે અને પક્ષ આ સમયમાં મહત્વના નિર્ણયો લેતો જોવા મળે અને ગાંધી પરિવાર સક્રિય રાજકારણથી દૂર જતો જોવા મળે. ટૂંક માં આગામી દોઢ વર્ષ આંતરિક અને બાહ્ય રાજકારણ માટે મહત્વના બની રહે. પાકિસ્તાનની આંતરિક સ્થિતિ વધુ કથળતી જોવા મળે.