આજનું રાશિફળ

મેષ (અ,લ,ઈ) : તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય,અંગત જીવનમાં સારું રહે.
વૃષભ (બ,વ,ઉ) : કામકાજમાં વ્યસ્તતા રહે , મનમાં અસમંજસ રહે ,મધ્યમ દિવસ.
મિથુન (ક,છ,ઘ) : પ્રણયમાર્ગે આગળ વધી શકો,પ્રિયપાત્ર સાથે વાત થાય,શુભ દિન.
કર્ક (ડ,હ) :તમામ ભૌતિક સુખ સગવડ મળે,દિવસ આરામદાયક રહે.
સિંહ (મ,ટ) : રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,નવા કાર્યમાં આગળ વધી શકો.
કન્યા (પ ,ઠ ,ણ ) : તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ થાય,આગળ વધી શકો.
તુલા (ર,ત) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
વૃશ્ચિક (ન ,ય ) : ખર્ચ પર અંકુશ રાખવો,પૈસા નું આયોજન કરવું જરૂરી છે.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): સગા સ્નેહી મિત્રો થી સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
મકર (ખ ,જ ) : કામકાજ માં મધ્યમ રહે ,મિત્રોની મદદ મળી રહે,શુભ દિન.
કુંભ (ગ ,સ,શ ) :ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથ માં આવે,પ્રગતિ થાય.
મીન (દ ,ચ ,ઝ ,થ):માનસિક ટેન્શન રહ્યા કરે,કામ માં રુકાવટ આવતી જોવા મળે.

આજરોજ બુધ મહારાજ વક્રી ચાલે મકર રાશિમાં પ્રવેશ કરશે જે વેપાર વાણિજ્ય પર અસરકર્તા બને છે વળી આવતીકાલે સૂર્ય મહારાજ ધનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ કરનાર છે જેની અસર વાતાવરણ પર જોવા મળે છે અને ધીમે ધીમે ગરમીનું પ્રમાણ વધતું જાય છે. મકર રાશિમાં ફરી બુધના પ્રવેશ સાથે સૂર્ય,બુધ,ગુરુ,શુક્ર,શનિની યુતિ પ્લુટો સાથે થશે જે શેરબજારને ખુબ અપડાઉન આપનાર બને છે વળી ગ્રહોના આ મહાસંમેલન વચ્ચે આજે વિશ્વમાં ટોચ પર પહોંચેલી કંપની એમેઝોનના સ્થાપક જેફ બેઝોઝે સીઈઓ પદ છોડવાનો નિર્ણય કર્યો છે જે વાણિજ્ય જગત માટે બહુ મોટી ઘટના ગણી શકાય. આખી એક પેઢી શીખી શકે તેવું વેપાર વાણિજ્યનું જ્ઞાન આપનાર જેફ બેઝોઝ ઓનલાઇન વ્યાપારનો હરતો ફરતો મહાગ્રંથ છે. મંગળ મહારાજ હાલમાં સ્વગૃહી ચાલી રહ્યા છે જેના નેતૃત્વમાં સેના નવા નવા સાધનો અને હથિયારો થી સજ્જ થઇ રહી છે આ સમય સેનાને સંપૂર્ણ સાબદી રાખવાનો છે તે સત્તા પર બિરાજમાન લોકો બખૂબી જાણે છે નાની એવી ચૂક પણ આ સમયમાં પોસાય તેમ નથી તેમ ગ્રહો સંકેત આપી રહ્યા છે.