આજનું રાશિફળ

મેષ (અ,લ,ઈ) : આર્થિક બાબતો માં સારું રહે,બેન્ક બેલેન્સ વધારી શકો.
વૃષભ (બ,વ,ઉ) : તમામ કાર્ય સારી રીતે પૂર્ણ કરી શકો,પ્રગતિકારક દિવસ રહે.
મિથુન (ક,છ,ઘ) : ખર્ચ પર અંકુશ રાખવો,આવક જાવક નો હિસાબ રાખવો જરૂરી બને.
કર્ક (ડ,હ)           : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે,દિવસ લાભદાયક રહે.
સિંહ (મ,ટ) :  ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો અવસર આવી શકે છે.
કન્યા (પ ,ઠ ,ણ ) : પોઝિટિવ વિચારો થી ખુબ લાભ મળે,આગળ વધવાની તક મળે.
તુલા (ર,ત) : વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે,શુભ દિન.
વૃશ્ચિક (ન ,ય ) : ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા  મિત્રો માટે સારી તક આવે,પ્રગતિ થાય.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): હિતશત્રુઓ થી સાવધ રહેવું,વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે.
મકર (ખ ,જ ) : વિદ્યાર્થીવર્ગ ને ઉચ્ચ અભ્યાસ માં સફળતા અપાવતો શુભ દિન.
કુંભ (ગ ,સ,શ ) :   નવી વસ્તુની ખરીદી થાય,દિવસ આનંદ માં પસાર થાય.
મીન (દ ,ચ ,ઝ ,થ): ભાઈ ભાંડુ સુખ સારું રહે,મિત્રોની મદદ મળી રહે,શુભ દિન .

એસ્ટ્રો વાસ્તુ ટિપ્સ:  અગાઉ અત્રે લખ્યા મુજબ બીટ કોઈન અને અન્ય આભાસી મુદ્રા માટે સરકાર કડક નિયમો લાવી રહી છે. તો બીજી તરફ મંગળ રાહુ જેમ જેમ અંશાત્મક રીતે નજીક આવતા જાય છે તેમ તેમ તેની વિધ્વંસની શક્તિનો પરિચય આપતા જાય છે. હજુ આગામી ૧૪ એપ્રિલ સુધી આ બાબતે આપણે ખુબ કાળજી રાખવી પડે વળી હિન્દુસ્તાન માટે આ યુતિ લગ્નેથી પસાર થતી હોય વધુ સાવધાનીની જરૂર રહેશે. ૧૪ એપ્રિલ પછી સમય ધીમે ધીમે સુધારા પર આવતો જોવા મળે. સૂર્ય મહારાજ ઉત્તરાભાદ્રપદા નક્ષત્ર માં પ્રવેશી ચુક્યા છે જે અગાઉ લખ્યા મુજબ વાતાવરણને વધુ ગરમ કરનાર બને છે વળી આગામી ૨૧ માર્ચને રવિવાર થી હોળાષ્ટકનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યાર પછીના રવિવારે એટલે કે ૨૮ માર્ચના રોજ હોલિકા દહન એટલે કે હોળી આવી રહી છે. ૨૯ માર્ચને સોમવારે રંગોનો ઉત્સવ ધુળેટી મનાવવામાં આવશે. ગોચર ગ્રહોની વાત કરીએ તો આગામી સપ્તાહમાં સરકાર દ્વારા અનેક મહત્વના પગલાં લેવાતા જોવા મળશે. ખાસ કરીને ૩ એપ્રિલ સુધીનો સમય મહત્વના પગલાંનો બની રહેશે.