આજનું રાશિફળ

મેષ (અ,લ,ઈ) : આર્થિક બાબતો માં સારું રહે,બેન્ક બેલેન્સ વધારી શકો.
વૃષભ (બ,વ,ઉ) : તમામ કાર્ય સારી રીતે પૂર્ણ કરી શકો,પ્રગતિકારક દિવસ રહે.
મિથુન (ક,છ,ઘ) : ખર્ચ પર અંકુશ રાખવો,આવક જાવક નો હિસાબ રાખવો જરૂરી બને.
કર્ક (ડ,હ) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે,દિવસ લાભદાયક રહે.
સિંહ (મ,ટ) : ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો અવસર આવી શકે છે.
કન્યા (પ ,ઠ ,ણ ) : પોઝિટિવ વિચારો થી ખુબ લાભ મળે,આગળ વધવાની તક મળે.
તુલા (ર,ત) : વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે,શુભ દિન.
વૃશ્ચિક (ન ,ય ) : ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રો માટે સારી તક આવે,પ્રગતિ થાય.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): હિતશત્રુઓ થી સાવધ રહેવું,વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે.
મકર (ખ ,જ ) : વિદ્યાર્થીવર્ગ ને ઉચ્ચ અભ્યાસ માં સફળતા અપાવતો શુભ દિન.
કુંભ (ગ ,સ,શ ) : નવી વસ્તુની ખરીદી થાય,દિવસ આનંદ માં પસાર થાય.
મીન (દ ,ચ ,ઝ ,થ): ભાઈ ભાંડુ સુખ સારું રહે,મિત્રોની મદદ મળી રહે,શુભ દિન .

આજરોજ ગુરૃવારને ત્રીજું નોરતું છે. ત્રીજા નોરતે માતા ચંદ્રઘંટાની આરાધના કરવામાં આવે છે.આ દેવીની વિશેષતા છે કે તેમના માથા પર ઘંટ આકારનો ચંદ્રમા છે. તેમને દશ ભુજાઓ છે અને તેમાં અસ્ત્ર શસ્ત્ર છે. તેમની મુદ્રા પણ યુદ્ધની છે. દેવીના અલગ અલગ સ્વરૂપનું મહત્વ અલગ અલગ છે. મા ચંદ્રઘંટાની પૂજા લાલ વસ્ત્ર ધારણ કરીને કરવામાં આવે તો તેનું શ્રેષ્ઠ ફળ મળે છે. માને લાલ ફૂલ, લાલ ચંદન અને લાલ ચુંદડી ઓઢાડવામાં આવે છે. માતાના આ રૂપની પૂજા કરવાથી મણિપુર ચક્ર મજબૂત બને છે. સાથે જ આ દિવસની પૂજાથી તમામ ભયનો નાશ થાય છે. આ દિવસની પૂજાથી અદભૂત સિદ્ધિઓનો અનુભવ થાય છે. આજના દિવસે દેવી ચંદ્રઘંટાને દૂધ કે દૂધની વાનગીનો ભોગ ધરાવવામાં આવે છે. આ પ્રસાદ પોતે પણ લેવો અને અન્ય લોકોને પણ વહેંચવો. માતા ચંદ્રઘંટાની આરાધનાથી ભય અને દુ:ખનો નાશ થાય છે અને ગ્રહો મજબૂત બને છે.નક્ષત્ર સિરીઝમાં આર્દ્રા નક્ષત્ર વિષેનો વિડિઓ ફેસબૂક અને યુટ્યુબમાં અપલોડ કરવામાં આવ્યો છે. ઘણા લાંબા સમયથી આ સિરીઝ આગળ વધારવા આપ સર્વે તરફથી મેસેજ અને ફોન આવતા હતા. જે મિત્રો જ્યોતિષ વિષયક અમારા વિડિઓ જોવા ઇચ્છતા હોય તેઓ યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરી શકે છે.