આજનું રાશિફળ

તા. ૨૩.૬.૨૦૨૨ ગુરુવાર, સંવંત ૨૦૭૮ જેઠ વદ દશમ, રેવતી  નક્ષત્ર, અતિ.  યોગ, વણિજ  કરણ આજે સવારે ૬.૧૩ સુધી  જન્મેલાંની ચંદ્ર રાશિ મીન (દ,ચ,ઝ,થ) ત્યારબાદ મેષ (અ,લ,ઈ) .

મેષ (અ,લ,ઈ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,આગળ વધવાની તક મળે.
વૃષભ (બ,વ,ઉ) : આવક જાવક નો હિસાબ રાખવો પડે,ખર્ચ પર અંકુશ રાખવો.
મિથુન (ક,છ,ઘ) : સગા સ્નેહી મિત્રોથી સારું રહે,પ્રગતિકારક દીવસ રહે.
કર્ક (ડ,હ)            : નોકરિયાતવર્ગ ને સારું રહે,સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક.
સિંહ (મ,ટ) : ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથ માં આવે.
કન્યા (પ,ઠ,ણ) : માનસિક વ્યગ્રતા જણાય,મન નું ધાર્યું ના થાય.
તુલા (ર,ત) : જાહેરજીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.
વૃશ્ચિક (ન,ય) : તબિયતની કાળજી લેવી,જીવનમાં નિયમિતતાની જરૂર છે.
ધન (ધ,ભ,ફ,ઢ): પ્રણયમાર્ગે આગળ વધી શકો,પ્રિયપાત્ર થી મુલાકાત થાય.
મકર (ખ,જ) : તમામ ભૌતિક સુખ સગવડ પ્રાપ્ત થાય,દિવસ આનંદ માં વીતે.
કુંભ (ગ,સ,શ ) : નવા કાર્યમાં આગળ વધી શકો,મિત્રોની મદદ મળી રહે.
મીન (દ,ચ,ઝ,થ): તમે કરેલા કાર્યના સારા પરિણામ મેળવી શકો,દિવસ શુભ રહે.

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
અગાઉ લખ્યા મુજબ મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ શરુ થઇ ચુક્યા છે શનિ વક્રી થતા હજુ આગામી દિવસોમાં વધુ રાજકીય ભૂકંપ અન્ય રાજ્યોમાં પણ જોવા મળશે. નીતીશકુમાર જેવા દિગ્ગજ નેતાઓ પણ આગામી દિવસોમાં સામો પવન સહન કરતા જોવા મળશે. વર્ષ ૨૦૨૨ માં શનિ મહારાજની વક્રી ચાલમાં અનેક દિગ્ગજ નેતાઓની કારકિર્દી પર પ્રશ્નાર્થ ચિહન લાગતા  જોવા મળશે તો ઘણી નવી પ્રતિભા સામે આવતી જોવા મળશે. શનિ મહારાજની વક્ર દ્રષ્ટિ ખેરખાં ખેલાડીઓને પણ મેદાન છોડવા મજબુર કરતી જોવા મળશે જો કે દંડનાયક શનિ મહારાજ આગામી સમયનું આયોજન કરી ને જ તેની બિસાત ગોઠવાતા જોવા મળશે. સેનાપતિ મંગળ મહારાજ બહુ જલ્દી પોતાની રાશિ મેષમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે જ્યાં રાહુ સાથે તેઓ યુતિમાં આવશે અને એ સમયે જ અફઘાનિસ્તાનમાં મોટો ભૂકંપ અનુભવાયો છે.  મેષ એટલે નવી શરૂઆત માટે મંગળના ઘણા વિષયોમાં નવી શરૂઆત જોવા મળશે વળી મંગળ હોસ્પિટલ પણ દર્શાવે છે માટે આ સમયમાં આધુનિક સુવિધા સજ્જ મોટી હોસ્પિટલો શરુ થતી જોવા મળે.  આવતીકાલે ૨૪ જૂનને શુક્રવારને યોગીની એકાદશી આવી રહી છે. જેઠ માસ ના કૃષ્ણપક્ષ ની એકાદશી નું નામ યોગીની  છે . જે જીવનમાં અનેક  શુભ સંયોગ આપનારી બને છે.