આજનું રાશિફળ

મેષ (અ,લ,ઈ) : નકારાત્મક વિચારો ટાળવા સલાહ છે,દિવસ મધ્યમ રહે.
વૃષભ (બ,વ,ઉ) : ધીમી પ્રગતિ જોવા મળે,કામકાજમાં સફળતા મળે.
મિથુન (ક,છ,ઘ) : ધંધો રોજગાર શોધતા મિત્રો માટે શુભ,પ્રગતિકારક દિવસ.
કર્ક (ડ,હ) : પોઝિટિવ વિચારોથી આગળ વધશો તો અવશ્ય કાર્યસિદ્ધિ મળશે.
સિંહ (મ,ટ) : ઘણા સમય થી રાહ જોઈ રહ્યા હોય તેવી બાબતો સામે આવે.
કન્યા (પ,ઠ,ણ) : અંગત સંબંધોમાં સારું રહે, મનની વાત વ્યક્ત કરી શકો.
તુલા (ર,ત) : સવાર બાજુ દોડધામ રહે,સાંજ ખુશનુમા વીતે,શુભ દિન.
વૃશ્ચિક (ન,ય) : ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રોને સારી તક પ્રાપ્ત થાય.
ધન (ધ,ભ,ફ,ઢ): આધ્યાત્મિક ચિંતન થાય,મનોમંથન કરી શકો.શુભ દિન.
મકર (ખ,જ) : વિલંબ થી પણ તમને કાર્ય માં સફળતા મળે,અંતરાય દૂર થાય.
કુંભ (ગ,સ,શ ) : તમે તમારી જાત સાથે રહી શકો,મનોમંથન કરી શકો.
મીન (દ,ચ,ઝ,થ): તમારી પ્રગતિના દરવાજા ખુલતા જણાય,અંતરાયો દૂર થાય.

23 સપ્ટેમ્બરના રાશિ પરિવર્તન કરી રહેલા રાહુ કેતુ માટે અત્રે તેની અસરો વિષે લખી ચુક્યો છું વળી હાલમાં ગોચર ગ્રહો સીમા વિવાદ તાત્કાલિક હલ ના થાય અને ચીન સાથે સંઘર્ષ વધે તેમ સૂચવી રહ્યા છે. રાહુના આ પરિવર્તન માટે રાશિવાર ઉપાય જોઈએ તો મેષ રાશિએ ચાંદીની ગોળી સાથે રાખવી જોઈએ જયારે વૃષભ રાશિના જાતકો એ અનાજનું દાન કરવું જોઈએ તો મિથુન રાશિના જાતકોએ ખાસ શિવપૂજા સાથે ત્રણ વાર 400 ગ્રામ ચાનું દાન કરવું જોઈએ તો કર્કના મિત્રોએ સોનુ પહેરવું અને હનુમાનજીની આરાધના કરવી જોઈએ જયારે સિંહના મિત્રોએ અંધ તથા હેન્ડીકેપ લોકોની મદદ કરવી જોઈએ.કન્યાના મિત્રોએ કેસરનું તિલક કરવું જોઈએ.તુલાવાળા એ ચંદન તિલક અને શિવપૂજા કરવી જયારે વૃશ્ચિકના મિત્રોએ સળંગ 6 બુધવાર આખું શ્રીફળ પાણીમાં વહેતુ કરવું તો ધનરાશિ વાળાએ કૂતરાને તેલ ચોપડેલી ગળી રોટી ખવરાવવી.મકરના મિત્રો ઘરમાં ચાંદીનો નાનો હાથી રાખી શકે જયારે કુંભના જાતકો સુંદરકાંડના પાઠ શિવપૂજા અને ચાંદીની કોઈ વસ્તુ ધારણ કરી શકે જયારે મીનના મિત્રો ઘરમાં ચાંદીની ડબ્બીમાં ચોખા ભરી રાખે તો લાભ થશે.