આજનું રાશિફળ

મેષ (અ,લ,ઈ) : સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
વૃષભ (બ,વ,ઉ) : આર્થિક બાબતોમાં સારું રહે,અચાનક લાભ થવાના સંકેત છે.
મિથુન (ક,છ,ઘ) : કાર્યસિદ્ધિ આપતો દિવસ,યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
કર્ક (ડ,હ) : વાદ વિવાદ થી દૂર રહેવું,તમારા કામમાં વિશેષ ધ્યાન દેવું.
સિંહ (મ,ટ) : આકસ્મિત લાભ થાય,જુના મિત્રોને મળવાનું બને,શુભ દિન.
કન્યા (પ ,ઠ ,ણ ) : સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક,નોકરિયાતવર્ગને સારું રહે.
તુલા (ર,ત) : ધ્યાન યોગ મૌનથી લાભ થાય,ભાગ્યબળ માં વૃદ્દિ થાય.
વૃશ્ચિક (ન ,ય ) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવતી જણાય,પ્રગતિકારક દિવસ.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): જાહેરજીવનમાં સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
મકર (ખ ,જ ) : તબિયતની કાળજી લેવી,બહારના ખાન-પાનમાં ધ્યાન રાખવું પડે.
કુંભ (ગ ,સ,શ ) : સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
મીન (દ ,ચ ,ઝ ,થ): તમામ ભૌતિક સુખ સગવડ આપતો આનંદદાયક દિવસ.

અગાઉ લખ્યા મુજબ મહારાષ્ટ્ર સરકાર વિવાદોમાં ફસાતી જાય છે વળી ગઠબંધનના પક્ષોમાં પણ એક સુર જોવા મળતો નથી. હાલના પગલાંઓ તેમના માટે યોગ્ય નથી તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અને બહુ પહેલા અત્રે લખ્યા મુજબ આ બધા કેઈસીસમાં ગઠબંધનનો વિરોધાભાસ સત્તા ડગમગાવનાર બને તેવા સંકેતો ગ્રહો આપી રહ્યા છે. રાહુ-કેતુના પરિવર્તનની અસર રાજનીતિ અને સિનેજગત પર સ્પષ્ટ દેખાઈ રહી છે મહારાષ્ટ્રમાં સત્તા સંભાળવી અઘરી પડે તેમ છે વળી બીજી તરફ વક્રી મંગળ ભારત-ચીન વિવાદને લશ્કરી આક્રમક રૂપ આપી રહ્યો છે જે પણ અમે અગાઉ જણાવી ચુક્યા છીએ. આગામી દિવસો માટે વધુ એક વાત કરી દઉં તો રાહુના શુક્રના ઘરમાં આવવા સાથે સીને જગતની કોઈ મશહૂર વ્યક્તિ કે રમત જગતની કોઈ મશહૂર વ્યક્તિ જાહેરજીવન રાજનીતિમાં સક્રિય થતી જોવા મળશે વળી સપ્ટેમ્બર પછી રાજનીતિમાં ઘણા નવા ચહેરા આવતા જોવા મળશે અને ઘણા પરિવર્તન જોવા મળશે.