આજનું રાશિફળ

મેષ (અ,લ,ઈ) : સંતાન અંગે સારું રહે,પરિવાર માં આનંદ રહે ,શુભ દિન.
વૃષભ (બ,વ,ઉ) : તમામ સુખ સગવડ પ્રાપ્ત થાય ,દિવસ પ્રગતિકારક રહે.
મિથુન (ક,છ,ઘ) : નવા કાર્યનું આયોજન કરી શકો,શુભ દિન,લાભ થાય.
કર્ક (ડ,હ) : આર્થિક આયોજન કરી શકો,મનોમંથન કરી શકો.
સિંહ (મ,ટ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, લોકો દ્વારા તમારી પ્રસંશા થાય.
કન્યા (પ ,ઠ ,ણ) : ખર્ચ પર અંકુશ રાખવો,બિનજરૂરી વ્યય નિવારવા સલાહ છે.
તુલા (ર,ત) : તમારી દિનચર્યા સુધારી શકો, દિવસ દરમિયાન પ્રગતિ થાય.
વૃશ્ચિક (ન ,ય) : કામકાજ માટે નવા સંશાધનો કામે લગાવી શકો, શુભ દીવસ.
ધન (ધ,ભ,ફ,ઢ ): ધ્યાન યોગ મૌન થી લાભ થાય, પરિવાર સાથે આનંદ માણી શકો .
મકર (ખ,જ) : વીલ વરસના પ્રશ્નો ઉકેલી શકો,વિવાદ નિવારી શકો,મધ્યમ દિવસ .
કુંભ (ગ ,સ,શ) :આંતરિક જીવનમાં સારું રહે,સબંધો માં સુલેહ થી ચાલી શકો.
મીન (દ,ચ,ઝ,થ): હિત શત્રુથી કાળજી લેવી, વિશ્વાસે ના ચાલવું ,મધ્યમ દિવસ.

આજરોજ ગ્રહોના રાજા સૂર્ય મહારાજ કન્યા રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે,આવતીકાલે ગુરુવારે સર્વપિત્રી અમાસ, દર્શ અમાસ છે, અને 18 સપ્ટેમ્બરને શુક્રવારથી અધિક આસો માસ શરુ થાય છે. આ વર્ષે બે આસો માસ છે જેથી આ અધિક માસ માં લક્ષ્મી દેવીની કૃપા માટે પણ અનુષ્ઠાન કરી શકાય. સૂર્યના કન્યા માં આવવાથી સ્વગૃહી બુધ સાથે સૂર્ય મહારાજ બુધાદિત્ય યોગની રચના કરશે જે પ્રભાવશાળી યોગ છે વળી હાલમાં મંગળ,ગુરુ,શનિ અને બુધ સ્વગૃહી ચાલી રહ્યા છે જે ગોચરને પરિણામ આપવા મજબૂત બનાવે છે અને રાહુ અને કેતુના રાશિ પરિવર્તન પછી ઘટનાની ગતિ ઓર તેજ થતી જોવા મળશે, સીમા પર અને રાજકીય બંને રીતે ઘટનાક્રમ તેજ બનશે વળી અગાઉ લખ્યા મુજબ વિદેશી જાસૂસી એજન્સીના કારનામા અને મોટી કંપનીઓ દ્વારા એકત્રિત કરવામાં આવતા ડેટા પર ખુલાસા થતા જોવા મળશે કેમ કે રાહુ કંમ્યુનિકેશનની રાશિ મિથુન માં આ પ્રકરણોને વળાંક આપતો જોવા મળે.