આજનું રાશિફળ

મેષ (અ,લ,ઈ) : સંતાન અંગે સારું રહે,પરિવાર માં આનંદ રહે ,શુભ દિન.
વૃષભ (બ,વ,ઉ) : તમામ સુખ સગવડ પ્રાપ્ત થાય ,દિવસ પ્રગતિકારક રહે.
મિથુન (ક,છ,ઘ) : નવા કાર્યનું આયોજન કરી શકો,શુભ દિન,લાભ થાય.
કર્ક (ડ,હ) : આર્થિક આયોજન કરી શકો,મનોમંથન કરી શકો.
સિંહ (મ,ટ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, લોકો દ્વારા તમારી પ્રસંશા થાય.
કન્યા (પ ,ઠ ,ણ) : ખર્ચ પર અંકુશ રાખવો,બિનજરૂરી વ્યય નિવારવા સલાહ છે.
તુલા (ર,ત) : તમારી દિનચર્યા સુધારી શકો, દિવસ દરમિયાન પ્રગતિ થાય.
વૃશ્ચિક (ન ,ય) : કામકાજ માટે નવા સંશાધનો કામે લગાવી શકો, શુભ દીવસ.
ધન (ધ,ભ,ફ,ઢ ): ધ્યાન યોગ મૌન થી લાભ થાય, પરિવાર સાથે આનંદ માણી શકો .
મકર (ખ,જ) : વીલ વરસના પ્રશ્નો ઉકેલી શકો,વિવાદ નિવારી શકો,મધ્યમ દિવસ .
કુંભ (ગ ,સ,શ) :આંતરિક જીવનમાં સારું રહે,સબંધો માં સુલેહ થી ચાલી શકો.
મીન (દ,ચ,ઝ,થ): હિત શત્રુથી કાળજી લેવી, વિશ્વાસે ના ચાલવું ,મધ્યમ દિવસ.

આજથી ભાદ્રપદ એટલે કે ભાદરવા મહિનાનો પ્રારંભ થઇ રહ્યો છે.આ વર્ષમાં આસો માસ અધિક આવે છે જે વિષે હું અગાઉ લખી ચુક્યો છું, અધિક માસને પુરસોત્તમ માસ કહેવામાં આવે છે જે સંવંતમાં અધિકમાસ આવે તેનો થોડો ભાર જોવા મળે છે જે આ વર્ષે આપણે સૌ એ અનુભવ્યું, સંવંત 2076 સામાન્ય રીતે સર્વેને ચિંતાજનક રહ્યું છે,હવે આપણે અપેક્ષા રાખીએ કે એના અંત તરફ મહામારી અને અન્ય બાબતો માં શાંતિ મળે.હાલ ચાર ગ્રહો સ્વગૃહી બની રહ્યા છે જેમાં ગુરુ અને શનિ સ્વગૃહી છે વળી વક્રી પણ છે શનિ મહારાજની વક્રી ચાલ રાજકીય ધુરંધરોની મુશ્કેલી વધારનાર બને છે,સ્વગૃહી શનિ વક્રી ચાલે ચાલે છે તેથી દિગ્ગજ નેતાઓને વધુ તકલીફ પડતી જોવા મળે.સૂર્ય મહારાજ મઘા નક્ષત્રમાં સર્વત્ર શ્રીકાર વર્ષા લાવી રહ્યા છે જે આગામી સપ્તાહમાં પણ રહેશે.એકંદરે સપ્ટેમ્બર માં ઘણા સારા પરિણામો જોવા મળશે પરંતુ ઓગસ્ટ માસ મિશ્ર પરિણામદાયી રહેશે.