આજનું રાશિફ્ળ

મેષ (અ,લ,ઈ) : જાહેરજીવનમાં સારું રહે,યશ-પ્રતિષ્ઠા મેળવી શકો.
વૃષભ (બ,વ,ઉ) : શત્રુઓ થી સાવધ રહેવું,વધુ વિશ્વાસે ના ચાલવું.
મિથુન (ક,છ,ઘ) : સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
કર્ક (ડ,હ)  :જમીન-મકાન-વાહન સુખ સારું રહે,આરામદાયક દિવસ.
સિંહ (મ,ટ) :  સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક મળે.
કન્યા (પ ,ઠ ,ણ ) : બેન્ક બેલેન્સ વધારી શકો,પૈસા બાબત માં સારું રહે.
તુલા (ર,ત) :  કાર્યસિદ્ધિ આપતો દિવસ,સફળતા મેળવી શકો.
વૃશ્ચિક (ન ,ય ) : તમારા પૈસા અટવાતા-ફસાતા જણાય , સિફત થી કામ લેવું.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): સગા સ્નેહી મિત્રો થી સારું રહે,પ્રગતિકારક દિવસ.
મકર (ખ ,જ ) : સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.
કુંભ (ગ ,સ,શ ) : પોઝિટિવ વિચારો થી સારું રહે, લાભદાયક દિવસ.
મીન (દ ,ચ ,ઝ ,થ): નસીબ સાથ આપતું જણાય,ધાર્યા કામ પાર પાડી શકો.

શેર બજારમાં મોટા અચકો અનુભવાયો છે જે મેં ચાર દિવસ પહેલા જ અત્રે લખેલું હતું. આ ઉપરાંત અગાઉ લખ્યા મુજબ આપણી સેનાએ રાફેલ સાથે વધુ ને વધુ સજ્જ થઇ રહી છે અને નવેમ્બરની સ્થિતિઓને ધ્યાનમાં રાખતા એ જરૂરી પણ બને છે. ઘરઆંગણે મહામારી ધીમે ધીમે કાબુ માં આવી રહી છે જે વિશેની સટીક તારીખો બહુ અગાઉ જ અત્રે હું આપી ચુક્યો છું, તો પણ દિવાળી સુધીના સમયમાં ખુબ સાવચેતી રાખવી જરૂરી બને છે આજે સૂર્ય મહારાજ નીચસ્થ થશે અને માતાજીના અનુષ્ઠાનના દિવસો શરુ થાય છે. રાજકીય ક્ષેત્રે સ્વગૃહી શનિ મહારાજ અનેક પરિવર્તન લાવી રહ્યા છે વળી વક્રી બુધ બિનજવાબદાર વિધાનો પણ કરાવી રહ્યા છે, આ ઉપરાંત અગાઉ લખ્યા મુજબ આતંકી હુમલામાં થી હવે પાકિસ્તાન પણ બહાર નથી. બુધના વક્રી થવા સાથે મનરેગા કૌભાંડ પણ બહાર આવ્યું છે જે વિષે પણ અમે અત્રે લખી ચુક્યા છીએ, એકંદરે સમય પારદર્શક બનતો જોવા મળે છે બાકી નિર્ણય હંમેશા પ્રજાના હાથમાં હોય છે ભલે તેમાં સમય લાગે.