આજરોજ બુધવારને ષટ્તિલા એકાદશી છે

તા. ૧૮.૧.૨૦૨૩ બુધવાર, સંવંત ૨૦૭૯ પોષ વદ અગિયારસ, ષટ્તિલા એકાદશી, અનુરાધા  નક્ષત્ર, વૃદ્ધિ  યોગ, કૌલવ   કરણ આજે  જન્મેલાંની  ચંદ્રરાશિ વૃશ્ચિક (ન ,ય) રહેશે.

મેષ (અ,લ,ઈ) : દૂર દેશ થી સારા સમાચાર મળે,આગળ વધવાની તક મળે.
વૃષભ (બ,વ,ઉ) : જાહેરજીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય,શુભ દિન.
મિથુન (ક,છ,ઘ) :  તબિયતની કાળજી લેવી,ખાવા-પીવા માં ખ્યાલ રાખવો પડે.
કર્ક (ડ,હ)            :પ્રણયમાર્ગે આગળ વધી શકો,પ્રિયપાત્ર થી મુલાકાત થાય.
સિંહ (મ,ટ) : જમીન મકાન વાહન સુખ સારું રહે,દિવસ લાભદાયક રહે.
કન્યા (પ ,ઠ,ણ) : ભાઈ ભાંડુ સુખ સારું રહે,પરિવાર સાથે આનંદ કરી શકો.
તુલા (ર,ત) :  તમારા સૌમ્ય વાણી વર્તન થી કાર્ય સિદ્ધ થાય,આગળ વધી શકો .
વૃશ્ચિક (ન,ય) : કામકાજમાં સફળતા મળે,દિવસ પ્રગતિકારક અને શુભ રહે.
ધન (ધ,ભ,ફ,ઢ): કામકાજ માં નુકસાની ના જાય એ જોવું,ભાગીદારીમાં સાંભળવું.
મકર (ખ,જ) : સગા સ્નેહી મિત્રો થી સારું રહે,લેખન વાંચન મંથન થી આનંદ મળે.
કુંભ (ગ ,સ,શ) :વેપારીવર્ગ ને સારું રહે,સ્ત્રી વર્ગ માટે પણ દિવસ ઉત્સાહજનક રહે.
મીન (દ,ચ,ઝ,થ): ધ્યાન યોગ મૌન થી લાભ થાય,ધાર્મિક કાર્ય માં સહભાગી થઇ શકો.

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

અગાઉ લખ્યા મુજબ બુધના માર્ગી થવા સાથે જ શેરબજારમાં તેજી જોવા મળી છે વળી સોના ચાંદીના ભાવ પણ થોડા પાછા પડીને આગળ ધપી રહ્યા છે. બુધ મહારાજનો અમલ વેપાર વાણિજ્ય શેર બજાર બેન્ક વિગેરે પર છે માટે તેના માર્ગી થવા સાથ વેપાર-વાણિજ્ય, આયાત નિકાસ, બેન્કિંગ , વીમા ક્ષેત્ર બધામાં સારી બાબતો જોવા મળે અને બેંકો પોતાનું અસ્તિત્વ જાળવી શકે તથા કાયદાકીય રીતે ભવિષ્યમાં મોટા ફ્રોડ ના થાય તેની કાળજી લઇ શકે અને મુદ્રામાં પણ સારો ફેરફાર જોવા મળે વળી આભાસી મુદ્રા ક્ષેત્ર નવી નવી અનેક મુદ્રાઓ સામે આવતી જોવા મળે અને તેમાં ફ્રોડ થવાની શક્યતા વધતી જોવા મળે કેમ કે આભાસી મુદ્રા પર બુધ અને  રાહુ બંનેનો અમલ જોવા મળે છે. રાજકીય રીતે સ્થિતિ સ્થિર થતી જોવા મળે પરંતુ કેન્દ્ર માં નજીકના ભવિષ્યમાં ઘણા ફેરફાર જોવા મળે વળી આ સમયમાં ભારતની વિદેશનીતિ બદલાતી જોવા મળે અને એશિયા ખંડમાં નવા સમીકરણોનું નિર્માણ થતું જોવા મળે તથા ભારત તેની વિદેશનીતિ થકી વિશ્વ સમુદાય પર સારી પકડ જમાવી શકે જો કે પાડોશી રાષ્ટ્રોની દાનત ખુલ્લી પાડવામાં હજુ સમય લાગતો જોવા મળે .આજરોજ બુધવારને ષટ્તિલા એકાદશી છે જેનો વ્રત મુજબ વિશેષ મહિમા છે. આ દિવસે ભગવાન કૃષ્ણ પરમાત્મને તલની વાનગીઓ અર્પણ કરવી જોઈએ અને  શિવજીને તલ યુક્ત જળ ચડાવવું  જોઈએ અને સ્વયં પણ પ્રમાણસર રીતે તલ નું સેવન કરવું જોઈએ તથા શરીર પર તલના તેલનું માલિશ કરવું જોઈએ.