આજરોજ શનિવારને ગીતા જયંતિ છે

તા. ૩.૧૨.૨૦૨૨ શનિવાર, સંવંત ૨૦૭૯ માગશર સુદ અગિયારસ, રેવતી  નક્ષત્ર, વ્યતિપાત  યોગ, વણિજ  કરણ આજે જન્મેલાંની  ચંદ્રરાશિ  મીન (દ,ચ,ઝ,થ) રહેશે  .

મેષ (અ,લ,ઈ) : સ્ત્રીવર્ગએ સમજીને ચાલવું પડે,નિર્ણયમાં ઉતાવળ ના કરવી.
વૃષભ (બ,વ,ઉ) : આકસ્મિત લાભ થાય,જુના મિત્રોને મળવાનું બને,શુભ દિન.
મિથુન (ક,છ,ઘ) : વેપારીવર્ગને ખરીદ વેચાણમાં લાભ આપતો દિવસ,આગળ વધી શકો.
કર્ક (ડ,હ)            : આધ્યત્મિક ચિંતન થાય,મનોમંથન કરી શકો,શુભ દિન.
સિંહ (મ,ટ) : માનસિક વ્યગ્રતા જણાય,મનનું ધાર્યું ના થાય,મધ્યમ દિવસ.
કન્યા (પ,ઠ,ણ) : મિત્રો સાથે બગડેલા સંબંધ સુધારી શકો, દિવસ આનંદદાયક રહે.
તુલા (ર,ત) : નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો,દિવસ એકંદરે સારો.
વૃશ્ચિક (ન,ય) : વિદેશ જવા ઇચ્છતા મિત્રો માટે સમય સારો રહે,કામગીરી આગળ વધે.
ધન (ધ,ભ,ફ,ઢ): પ્રોપર્ટી અંગે યોગ્ય નિર્ણય લઇ શકો,કામકાજ માં પ્રગતિ થાય.
મકર (ખ,જ) : તમારી અંદરની પ્રતિભા બહાર લાવી શકો,કાર્યમાં સફળતા મળે.
કુંભ (ગ,સ,શ ) : પરિવાર માં સુખ શાંતિ રહે,ઊંઘ આવવામાં પ્રશ્નો થતા લાગે.
મીન (દ,ચ,ઝ,થ): ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હો તેવી ઘટના બને.

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

આજરોજ શનિવારને ગીતા જયંતિ છે. આવતીકાલે રવિવારે મોક્ષદા એકાદશી છે. શ્રીમદ ભાગવત ગીતા એ આપણા શાસ્ત્રો અને સંસ્કૃતિ દ્વારા વિશ્વને અપાયેલ અમૂલ્ય ભેટ છે. ગીતા એ કોઈ ઉપદેશ નથી ગીતા એ જીવન પદ્ધતિ છે. કૃષ્ણ પરમાત્માએ જીવન જીવવા માટેનો જે શ્રેષ્ઠ માર્ગ આપ્યો છે તે છે શ્રીમદ ભાગવત ગીતા. આપણો આ અદભુત વારસો જો આપણે સમજી શકીએ તો જીવનમાં અન્ય કોઈ ફિલસુફીની જરૂર પડતી નથી. વિશ્વના મોટા ભાગના વિચારકોએ ગીતાનું શરણ લીધું છે. આપણે જયારે સંપૂર્ણ પણે શ્રીમદ ભાગવત ગીતા સમજી જઈશું ત્યારે સ્વયંને અને માનવજીવનને સમજી શકીશું એવો કોઈ પ્રશ્ન જગતમાં નથી કે જેનો ઉત્તર શ્રીમદ ભાગવત ગીતામાં ના હોય. આ પવિત્ર દિવસે શ્રીમદ ભાગવત ગીતાનું વચન કરવું જોઈએ અને શક્ય તેટલું તેમાંથી જીવનમાં ઉતારવા પ્રયત્ન કરવો જોઈએ.