વૃષભ (બ,વ,ઉ) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે,આગળ વધવાની તક મળે.
મિથુન (ક,છ,ઘ) : આંતરિક સંબંધોમાં સારું રહે,મતભેદ નિવારી શકો.
કર્ક (ડ,હ) : નિયમિત જીવનપદ્ધતિ થી આગળ વધશો તો સફળતા મળશે.
સિંહ (મ,ટ) : ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રોને સારી તક પુરી પડતો દિવસ.
કન્યા (પ,ઠ,ણ) : પરિવાર સાથે આનંદ માણી શકો,દિવસ લાભદાયક રહે.
તુલા (ર,ત) : નવા કાર્યમાં ઈશ્વરી સહાય મળે,વિચારોમાં નવીનતા આવે.
વૃશ્ચિક (ન,ય) : મન થી હળવાશ અનુભવી શકો,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
ધન (ધ,ભ,ફ,ઢ): જીવનમાં નવા પરિવર્તનનો પવન ફૂકાતો જોવા મળે, શુભ દિન.
મકર (ખ,જ) : ખર્ચ પર અંકુશ રાખવો,નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.
કુંભ (ગ,સ,શ ) : મિત્રો સાથે આનંદ માણી શકો,ગમતી પ્રવૃત્તિ કરી શકો.
મીન (દ,ચ,ઝ,થ): નોકરિયાતવર્ગ ને સારું રહે,ઈચ્છીત પરિણામ પ્રાપ્ત કરી શકો.
અગાઉ લખ્યા મુજબ શ્રીલંકામાં અરાજકતાનો માહોલ છે તો બીજી તરફ વરસાદ અને વીજળી પડવાની ઘટના અત્રે લખ્યા મુજબ અનેક જગ્યાએ બનવા પામી છે વળી વિમાનને લગતી દુર્ઘટનાઓનો સિલસિલો પણ જારી છે. આજરોજ ૧૨ જુલાઈ ૨૦૨૨ના શનિ મહારાજ વક્ર ગતિથી મકર રાશિમાં પ્રવેશ કરશે જેથી પનોતીની સ્થિતિમાં ફેરફાર જોવા મળશે અને આજ થી ગણીએ તો મેષ રાશિ અને વૃષભ રાશિ પનોતીની અસરમાં નથી જયારે મિથુન રાશિને ફરી નાની પનોતી તાંબાના પાયે શરુ થશે જયારે કર્ક સિંહ અને કન્યા રાશિ પનોતીની અસરમાં થી બાકાત રહેશે. તુલા રાશિના મિત્રોને નાની પનોતી તાંબાના પાયે રહેશે જે લાભદાયક બનશે જયારે વૃશ્ચિક રાશિ પર પનોતીની અસર નથી. ધન રાશિને મોટી પનોતી સોનાના પાયે, મકરને મોટી પનોતી લોઢાના પાયે જયારે કુંભને મોટી પનોતી સોનાના પાયે શરુ થશે. મીન રાશિ પનોતીની અસરમાંની બાદ થશે. શનિના વક્રી બની મકરમાં ભ્રમણથી ઘણી પરિસ્થિતિઓમાં પરિવર્તન જોવા મળશે અને કુદરતના વિવિધ સ્વરૂપ પણ જોવા મળશે. શનિ મહારાજ ૧૭ જાન્યુઆરી ૨૦૨૩ ફરી કુંભ માં પ્રવેશ કરશે ત્યાં સુધી મકર રાશિમાં ભ્રમણ કરશે.